કડી15 મિનિટ પહેલા
કડી માર્કેટ યાર્ડમાં છેલ્લા દસ દિવસમાં 35,810 બોરી ઘઉંની આવક નોંધાઈ હતી. જેમાં આજે ઘઉંના સારા માલના ઊંચામાં 802 ઐતિહાસિક ભાવ પડ્યા હતા. છેલ્લા બે દિવસ કડી પંથકમાં વરસાદના કારણે ઘઉંના પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. જેના કારણે અચાનક જ આજે કડી માર્કેટ યાર્ડની અંદર 802 રૂપિયાના ભાવ ઘઉંના પડ્યા હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતીમા વ્યાપક નુકસાન થયુ છે. ખાસ કરીને હાલમાં ખેતરોમાં કાપણી માટે તૈયાર ઉભેલા ઘઉં અને એરંડાના પાકને ખૂબ નુસાનન થયેલું છે. જેના કારણે બજારમા ઘઉંનુ બજાર ઉંચકાયુ છે. સોમવારે કડી માર્કેટયાર્ડમાં ઘઉંની 4600 બોરીની આવક થઈ હતી. કડીના કોટન માર્કેટયાર્ડ ખાતે ઘઉંની ઉભી હરાજી થાય છે. તેમાં રૂ. 160ના ઉછાળા ઘઉંની 496 જાતના સારા માલના રૂ. 802 સુધીના ઐતિહાસિક ઊંચા ભાવ બોલાયા હતા. જ્યારે નીચામાં રૂ. 440 સુધીના ભાવ પડ્યા હતા. કડી યાર્ડમાં છેલ્લા દશ દિવસમા 35,810 બોરી ઘઉંની આવક થઈ હતી. કડી યાર્ડમાં શનિવારે ઘઉંના સારા માલના રૂ. 640થી નીચામાં રૂ. 441 સુધીના ભાવ બોલાયા હતા.
કડી માર્કેટયાર્ડના ચેરમેન રાજુ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આજરોજ કડી માર્કેટ યાર્ડની અંદર ચારથી પાંચ હજાર બોરીની ઘઉંની આવક નોંધાઈ હતી. આજે ઘઉંના ઊંચામાં ઐતિહાસિક 802 રૂપિયાના ભાવ પડ્યા હતા. સાણંદ વિરમગામ જેવા દૂર દૂરથી આવતા ખેડૂતો ખુશ થયા હતા અને માર્કેટ યાર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ખેડૂતો ઘઉં વેચી અને ઝડપથી પેમેન્ટની સુવિધા છે અને આજુબાજુના જિલ્લાના ખેડૂતો ઘઉં વેચવા આપણા માર્કેટ યાર્ડમાં આવતા થયા છે. કડી માર્કેટ યાર્ડમાં આજે ઘઉંના 802 રૂપિયાના ભાવ ઇતિહાસમાં પ્રથમ વખત પડ્યા છે, કડી માર્કેટની અંદર છેલ્લા 15 દિવસમાં 35થી 36,000 બોરીની આવક નોંધાઈ છે, હજુ પણ આવનાર બે મહિનામાં ઘઉંની આવક જળવાઈ રહેશે તેવું જોવા મળી રહ્યું છે.