નર્મદા (રાજપીપળા)18 મિનિટ પહેલા
- કૉપી લિંક

LCB સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે વાહનોનું ચેકિંગ થઈ રહ્યું હતું. નાઈટ પેટ્રોલિંગમાં ચીકાલી ફાટક પાસે વાહન ચેકીંગ દરમિયાન આઇસર ટેમ્પોમાં અલગ-અલગ કંપનીની આયુર્વેદીક સીરપ બોટલો મળી આવી હતી. પોલીસને ટેમ્પોમાંથી કુલ- 17500 નંગ શિરપની બોટલો મળી હતી. આ આયુર્વેદીક સીરપની બોટલ ઉપર ‘contains self generated alcohol not more then 11% v/v’ લખેલું હોવાથી શંકા થતાં પોલીસે ગહન ચેકિંગ કર્યું હતું. ત્યારબાદ તમામ મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, નર્મદાના પોલીસ વડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવાની સૂચનાનાં આપવામાં આવી હતી.
પકડાયેલા મુદ્દામાલની વિગત
- ASHVASAVA 400 MLના કુલ-200 બોક્ષ. એક બોક્ષમાં 25 નંગ શિરપ. કુલ કિંમત રૂ.90 હજાર
- KANKASAVA 400 MLના કુલ-200 બોક્ષ. એક બોક્ષમા 25 નંગ શિરપ. કુલ કિંમત રૂ.90 હજાર
- KAL MEGHASAVA 400 MLના કુલ-100 બોક્ષ. કુલ કિંમત રૂ. 90 હજાર
- USHIRASAVA 400 MLના કુલ-100 બોક્ષ. કુલ કિંમત રૂ. 45 હજાર
કુલ કિંમત રૂપિયા- 3 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…