الجمعة، 31 مارس 2023

નવસારીની ગણદેવી સુગર ફેક્ટરી દ્વ્રારા એપ્રિલ મહિનાના શેરડીના ભાવ જાહેર, પ્રતિ ટન 3775 ભાવ નક્કી કરવામાં આવ્યો | Ganadevi Sugar Factory in Navsari announced the price of sugarcane for the month of April, price fixed at 3775 per tonne. | Times Of Ahmedabad

નવસારી33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર પછી શેરડીનો પાક લેવાય છે. શેરડીના ખેડૂતોએ સહકારી માળખું રચી સ્થાપેલી ગણદેવી સુગર ફેકટરી, છેલ્લા 17 વર્ષોથી ભારતમાં સૌથી વધુ પ્રતિ ટન શેરડીના ભાવ આપતી ફેક્ટરી રહી છે. ત્યારે આજે ગણદેવી સુગર દ્વારા ફરી વાર ભાવ જાહેર થયા છે. જેમાં પ્રતિ ટનના એપ્રિલના 3775 જાહેર કરવામાં આવ્યા છે.આ ભાવ સમગ્ર ગુજરાતની સુગર ફેકટરીઓ સૌથી વધુ જાહેર થાય છે.દર વર્ષે ઓક્ટોબરથી લઈને મેં સુધીના ભાવ જાહેર કરવામાં આવે છે જેમાં ખેડૂતોએ કયા માસમાં શેરડીનું વાવણી કરી છે તેના ઉપર પણ ભાવનો આધાર હોય છે, ઓક્ટોબર-22થી જાન્યુઆરી-23 સુધીનો 3475 ભાવ, ફેબ્રુઆરી 3575,માર્ચ 3675,એપ્રિલ 3775 ભાવ જાહેર થયા છે.

ગણદેવી સુગર દ્વારા આ વર્ષ દરમિયાન 11.50 લાખ ટન શેરડી પીલાણ સામે 12 લાખ ટનથી વધુ ખાંડનું ઉત્પાદન મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ગણદેવી સુગર ખાંડ સાથે બાય પ્રોડક્ટમાં મોલાસીસ, જેમાંથી રેકિટફાઇડ સ્પિરિટ અને તેમાંથી ઇથેનોલ બનાવે છે. સાથે બગાસ અને બાયો કંપોઝ ખાતરનું ઉત્પાદન પણ કરે છે. ગત વર્ષે ગણદેવી સુગર દ્વારા 12 લાખ ટન શેરડીના પીલાણ સાથે 13.91 લાખ ટન ખાંડનું ઉત્પાદન મેળવ્યું હતું. જેની સાથે જ 90 હજાર ટન બગાસ, 27 હજાર ટન બાયો કંપોઝ ખાતર, 1.30 કરોડ લીટર રેકિટફાઇડ સ્પિરિટ અને 99.16 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન મેળવી સારી એવી આવક મેળવી હતી.

સુગર સારો ભાવ આપે એવી આશા
આ આવક થકી સુગર ફેક્ટરીએ ગત વર્ષે રાજ્યની તમામ સુગર ફેક્ટરીઓમાં પ્રતિ ટન શેરડીના ખેતર બેઠા 3961 રૂપિયા ભાવ ચૂકવ્યા હતા. જે ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં ક્રમશ: 100 રૂપિયાના વધારા સાથે ખેડૂતોને આપવામાં આવ્યા હતા. સુગર ફેક્ટરીની કાર્યપ્રણાલીની નવસારીના ખેડૂત સભાસદોમાં ખુશી છે અને આ વર્ષે પણ સુગર સારો ભાવ આપે એવી આશા સેવતા ખેડૂતોને સારા ભાવ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.