Saturday, March 11, 2023

વલસાડ નગરપાલિકાએ નિલકંઠ રેસિડેન્સીના 38 ફ્લેટના નળ કનેકશન કાપ્યા, લોહાણા સમાજનો હોલ પણ સિલ કર્યો | Valsad Municipality cut tap connections of 38 flats of Nilakanth Residency, also sealed the hall of Lohana Samaj | Times Of Ahmedabad

વલસાડ2 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ નગર પાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી કડકાઇથી ચાલી રહી છે. આજે વલસાડના તિથલ રોડ ઉપર પાલિકાની ટીમે છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી નગરપાલિકાનો વેરો ન ભરતાં મિલકત ધારકોની સામે કડકાઈ વાપરવામાં આવી છે. જેમાં લોહાણા સમાજ હોલનો વેરો 77 હજાર રૂપિયા બાકી હોવાથી નગર પાલિકા દ્વારા વેરા વસુલાત કરવા લોહાણા સમાજ હોલ ખાતે પહોંચ્યા હતા. લોહાણા સમાજના અગ્રણીઓએ હોલનો 77 હજારનો વેરો બાકી રહેતા હોલ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે તિથલ રોડ નીલકંઠ રેસિડેન્સીના 38 ફ્લેટ ધારકોના રૂ 84 હજાર વેરો બાકી રહેતા નીલકંઠ રેસિડેન્સીમાં નળ કનેશન કાપવામાં આવ્યા હતા.

વલસાડ પાલિકા હદ વિસ્તારોમાં પાણી, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ અને આરોગ્યને લગતી સેવાઓ માટે ભરવાપાત્ર વેરા જમા કરવા 2022માં પાલિકાએ પ્રારભિક માગણા બિલો રવાના કરી દીધાં હતા. નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલી 52 હજારથી વધુ મિલકત ધારકોને સમયસર વેરો જમા કરાવવા વેરા બિલ મોકલવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની વેરા ઉપર વળતર યોજનાઓનો લાભ લેવા માટે પાલિકાએ વળતર સ્કીમનો પણ લાભ આપ્યો હતો. જે પૈકી 3 વર્ષથી વધુ વેરો બાકી રહેતા મિલકત ધારકો પાસે નગર પાલિકાની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ શહેરના તિથલ રોડ ઉપર વેરા વસુલાતની કામગીરી હાથ ધરી હતી. જેમાં લોહાણા સમાજના હોલનો વેરો 77 હજાર બાકી હતો. નગર પાલિકાની વેરા વસુલતની ટીમ લોહાણા સમાજ હોલ ખાતે પહોંચી વેરાની ઉઘરાણી કરવામાં આવી હતી. લોહાણા સમાજ હોલના અગ્રણીઓ દ્વારા સમયસર નગર પાલિકામાં વેરો ન ભરતા આજે લોહાણા સમાજ હોલ સિલ કરવાની કામગીરી હાથ ધરી હતી. સાથે તિથલ રોડ ઉપર આવેલી નીલકંઠ રેસિડેન્સીના 38 ફ્લેટોનો કુલ 84 હજાર વેરો બાકી રહેતા નગર પાલિકાની વેરા વસુલતની ટીમે નળ કનેશન કાપી સોસાયટીને સમયસર વેરો જમા કરાવવા પાલિકાએ જણાવ્યું હતું. તિથલ રોડ ખાતે આવેલા આહીરવાડમાં રહેતા રામભાઈ આહીર અને બચુભાઇ આહીરને જપ્તિની નોટિસ બજાવી વેરો જમા કરાવવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. નગર પાલિકાની ટીમે કડકાઈ વધારતા નગર પાલિકાનો બાકી વેરો રાખતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આજ રોજ વેરા વસુલતની કામગીરી માટે પાલિકાના ટેક્સ સુપરિટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ, નગર પાલિકાના ઇન્ટરનલ ઓડિટર કમલેશ ભંડારી અને હેડ ક્લાર્ક પ્રવીણ ચાસિયા સહિત નગર પાલિકાની ટીમોએ કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: