નવસારી જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 13 પર પહોંચ્યો | 4 new cases were reported in Navsari district today, the number of active cases reached 13 | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • આરોગ્ય વિભાગે RT -PCR ટેસ્ટની સંખ્યા 500થી વધારી

નવસારી જિલ્લાના પાડોશી જિલ્લા સુરતમાં કોરોના કેસની સંખ્યા વધતી રહી છે. તેની સાથે નવસારી જિલ્લામાં પણ કોરોના કેસ એકલદોકલ સંખ્યામાં વધી રહ્યા છે. આજે પણ જિલ્લામાં 4 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.

વાંસદા અને ખેરગામમાં તાલુકામાં 1 -1 કેસ,ગણદેવીમાં 2 કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા 522 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 4 પોઝિટિવ દર્દી નોંધાયા છે. કોરોના સમયમાં RT-PCR ટેસ્ટની સંખ્યા પ્રતિદિન હજાર પર પહોંચી હતી. ત્યારે હાલમાં કેસની સંખ્યા ધીરે ધીરે વધતા ટેસ્ટની પ્રતિદિન સંખ્યા વધારી છે.

હાલમાં નવસારી જિલ્લામાં બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઠંડી અને ગરમીનું મિશ્રણ થતા શરદી ખાંસી સહિત વાયરલ ફીવર જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ આંકડા પરથી તારણ કાઢી શકાય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post