સુરતમાં 4 વ્યક્તિના આપઘાત, લસકાણાની પરિણીતાએ ઝેરી દવા પીધી, યુવકે ફાંસો ખાઈ લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી | 4 people commit suicide in Surat, Laskana's wife drinks poison, two children lose their father's umbrella as youth eats traps | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 4 People Commit Suicide In Surat, Laskana’s Wife Drinks Poison, Two Children Lose Their Father’s Umbrella As Youth Eats Traps

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ 4 વ્યક્તિઓએ આપઘાત કર્યો છે. જેમાં એક લસકાણાની પરિણીતાનો પણ સમાવેશ થાય છે. જ્યારે એક યુવકે સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સાથે જ સીએના એક વિદ્યાર્થીએ પણ આપઘાત કરી લીધો હતો.

મને માફ કરજો લખી યુવકનો આપઘાત
અડાજણ ખાતે રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ છોટુભાઈ પટેલ (ઉં.વ. 47) ગુજરાત ગેસ સર્કલ પાસેની હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવતા હતા. દરમિયાન તેમણે મેડિકલ સ્ટોરના ઉપરના માળે આવેલા સ્ટોર રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અડાજણ પોલીસની તપાસ દરમિયાન તેમની પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે ‘મારી મરજીથી આત્મહત્યા કરું છું. એના માટે હું ખુદ જવાબદાર છું. મને માફ કરજો’ એમ લખ્યું છે. મૃતક રાજેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આર્થિક તકલીફને કારણે રાજેશભાઈએ મોતને વહાલું કરી લીધું હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.

પરિણીતાએ ઝેરી દવા પી લીધી
સુરતમાં લસકાણા ખાતે રામપીરના મંદિર પાસે વાડીમાં રહેતી કિરણબેન કમલેશ થાળકીયા (ઉં.વ.21)એ ગત તા. 10મીએ ઝેરી દવા પી લીધી હતી. તેણીને ગંભીર અવસ્થામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીની તબિયતમાં સુધારો આવતા અઠવાડિયા અગાઉ રજા મળી ગઈ હતી. ત્યારબાદ ફરી તેણીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.

સાસરીયા પિયરમાંથી તેડી ન જતા આપઘાત
સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ અગાઉ રત્નકલાકાર તરીકે નોકરી કરતા કમલેશ સાથે કિરણબેનના લગ્ન થયા હતા. કિરણબેન પિયરમાં આવ્યાં બાદ તેણીને સાસરીયા તેડી જતા નહોતા. જેને લીધે નાસીપાસ થઈ જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. સરથાણા પોલીસે પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

23 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું
કાપોદ્રા વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં દર્શના કિશનભાઈ વેકરિયા (ઉ.વ.23) પરિવાર સાથે રહેતી હતી.દરમિયાન દર્શનાએ અગમ્ય કારણોસર ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ બેભાન અવસ્થામાં પરિવાર દર્શનાને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. હાલ દર્શનાના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

સીએના વિદ્યાર્થીએ ફાંસો ખાધો
ડિંડોલીમાં આવેલા યોગેશ્વર નગરમાં રહેતો દિપક રોહિદાસ પાટીલ (ઉં.વ.28) સીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આર્થિક કારણોસર દિપકે આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું ડિંડોલી પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم