આરોગ્યમંત્રીએ 4 એમ્બલ્યુલન્સનું લોકાર્પણ કર્યું; બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું; મેડિકલ કર્મચારીઓને સન્માનિત કરાયા | Health Minister launches 4 ambulances; A blood donation camp was also organized; Medical personnel were honored | Times Of Ahmedabad

વિસનગર41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિસનગર એપીએમસી ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ આરોગ્યના પ્રકલ્પોના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ઇન્ડસ ટાવર ગુજરાત લિમિટેડના CSR ફંડના સહયોગથી નવીન આધુનિક ચાર એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ વિસનગર એપીએમસીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કેડિલા ફાર્માસ્યુટિકલ સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જિલ્લા વહીવટ તંત્ર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આ કાર્યકમમાં ઇન્ડસ ટાવર ગુજરાત લિમિટેડના CSR ફંડના સહયોગથી નવીન આધુનિક 4 એમ્બ્યુલન્સનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ એ.પી.એમ.સી વિસનગર તથા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, વડનગર અને સિવિલ હોસ્પિટલ, મહેસાણાના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર રક્તદાતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના સહયોગથી મેગા મેડિકલ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના વિવિધ વિભાગોના તજજ્ઞો, ECG, સોનોગ્રાફી સુવિધા, જી. સી .આર .આઈ.(કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના તજજ્ઞો) કિડની ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો, યુ.એન મહેતા કાર્ડિયોલોજી હોસ્પિટલના તજજ્ઞો દ્વારા તપાસ કરવામાં આવી હતી. શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની અમદાવાદ બ્રાન્ચના સહયોગથી સ્થળ પર જઈ તૈયાર કરાતા કૃત્રિમ અંગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ અંગ વિતરણ સદભાવ ફાઉન્ડેશન દ્વારા 21 સગર્ભા બહેનોને દત્તક લઈ છ માસ સુધી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સખી ફાઉન્ડેશન વિસનગર દ્વારા 11 સગર્ભા બહેનોને દત્તક લઈ છ માસ સુધીની પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કડીમાં ખાનગી કંપનીના સહયોગથી શાળાએ જતી કિશોરીઓને 25 હજાર સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જયેશ પટેલ દ્વારા 5 સાંભળવાના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઈ.એ. કડીવાલા સહયોગથી 3 વ્હીલચેર, 100 બેબી કીટ વિતરણ, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખોડ ખાપણમાંથી સાજા થયેલા બાળકોને પ્રોત્સાહનના ભાગ રૂપે કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. હિમાલયા કંપની દ્વારા નવજાત બાળકો માટે 10 બેબી કેર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિસનગર તાલુકાની શાળાએ જતી કિશોરીઓની લોહીની તપાસ પણ કરવામાં આવી હતી. આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત આયુષ્માન ભારત હેલ્થ કેમ્પ તથા લાભાર્થીઓને હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. ગોઠવા અને ઝુલાસણના પ્રાથમિક કેન્દ્ર તેમજ મેઉના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસરને સન્માન પત્ર આપવામાં આવ્યો હતો તેમજ વિકલાંગતા સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર, ધારાસભ્ય મુકેશ પટેલ, ધારાસભ્ય કરશન સોલંકી, ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, વિસનગર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ, એ.પી.એમ.સી વિસનગરના ચેરમેન, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા, આરોગ્ય વિભાગના અધિકારીગણ, કર્મચારીગણ,વિવિધ લાભાર્થીઓ,પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post