વડોદરામાં મહિલા સહિત 4 શખ્સોએ વેપારી અને ગ્રાહકને માર માર્યો, દુકાનના કાચ પણ તોડી નાખ્યા | In Vadodara, 4 persons, including a woman, beat up a trader and a customer, also broke the shop windows. | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

ફરિયાદી હાજીઐયુબ દુધવાલા.

વડોદરાના સંગમ ચાર રસ્તા નજીક આવેલા ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં જૂની અદાવતમાં વેપારીને માર મારીને દુકાનના કાચ તોડી નાખતા 4 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વારસીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ અરજી બાદ સમાધાન થયું હતું
વડોદરાના ફતેપુરા વિસ્તારના પાંજરીગર મોહલ્લામાં રહેતા હાજીઐયુબ દુધવાલા (ઉ.48)એ વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સંગમ ચાર રસ્તા પાસે આવેલા ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં દુકાન નં-35માં રોયટ ટી નામની દુકાન ખોલીને હું પરિવારનું ગુજરાન ચલાવુ છું અને મારા મોટાભાઇ અબ્દુરસત્તાર ગુલામહુસેન દુધવાલા પણ અમારી બાજુમાં હેપ્પી કોલ્ડ કોર્નર નામથી દુકાન ખોલી છે. ચારેક માસ પહેલા મારો છોકરો સાહિલ ભોઇ કબ્રસ્તાનમાં રહેતી મુમતાઝ ઉર્ફે મુન્ની સલીમભાઇ શેખની છોકરાની પત્નીને લઈને અજમેર જતો રહ્યો હતો. જે બાબતે અમારે મુમતાઝ સાથે બોલાચાલી થતાં સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે બાબતે અમે અંદરોઅંદર સમાધાન કર્યું હતું.

તું અમારી સામે આંખો કાઢીને કેમ જોવે છે?
ગઇકાલે 25 માર્ચના રોજ હું મારી દુકાન પર હાજર હતો. અને ધંધો કરતો હતો. તે વખતે સાંજના આશરે સાત વાગ્યાની આસપાસ મુમતાઝનો છોકરો શાહરૂખ ઉર્ફે અજ્જુ સલીમભાઇ શેખ અમારી દુકાન પાસે આવ્યો હતો અને મારા છોકરા સાહીલની સામે આંખો કાઢીને જોતો હતો. જેથી મે તેને કહ્યું હતું કે, તું અમારી સામે આંખો કાઢીને કેમ જોવે છે? તેમ કહેતા શાહરૂખ ઉશ્કેરાઇ જઈને અમને ગાળો આપવા લાગ્યો હતો. જેથી હું મારા ભાઇ અબ્દુર સત્તારની દુકાને કહેવા માટે ગયો હતો. તે વતે મુમુતાઝ અને તેનો છોકરો ફૈઝલ અને ફિરોઝ ઉસ્માન શેખ મારા ભાઇની દુકાન પાસે આવ્યા હતા.

દુકાનનો કાચ તોડી નાખ્યો
આ સમયે ફૈઝલે સલીમભાઇ શેખના હાથમાં લોખંડની પાઇપ હતી. તેઓ બધા અમારી સાથે મારામારી કરવા લાગ્યા હતા અને ઝપાઝપીમાં મારો ઝબ્બો ફાટી ગયો હતો અને મુમતાઝબેને હાથમાં પથ્થર લઈને મારા ભાઇની દુકાનનો કાચ તોડી નાખ્યો હતો અને ફૈઝલે મારા ભાઇની દુકાન પર આવેલા ગ્રાહક સલમાન સિદ્દીકભાઇ મલેક (રહે. હાથીખાના મહાવત ફળીયું)ના ડાબા હાથે લોખંડની પાઇપ મારતા તેઓએ સાધારણ ઇજા થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વારસીયા પોલીસે હાજીઐયુબ દુધવાલાની ફરિયાદના આધારે શાહરૂખ ઉર્ફે અજ્જુ સલીમભાઇ શેખ, મુમતાઝ ઉર્ફે મુન્ની સલીમભાઇ શેખ, ફૈઝલ સલીમભાઇ શેખ અને ફિરોઝ ઉસ્માન શેખ (તમામ રહે. ફતેપુરા, ભાંડવાડા ભોઇ કબ્રસ્તાન, વડોદરા) સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم