Sunday, March 12, 2023

મોરબીના રવાપર ગામે પૈસા આપવાની ના પાડવા બાબતે માતા-પુત્રને માર માર્યો, 4 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ | Rawapar village of Morbi beat up mother and son for refusing to pay money, police complaint registered against 4 persons | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Rawapar Village Of Morbi Beat Up Mother And Son For Refusing To Pay Money, Police Complaint Registered Against 4 Persons

મોરબી34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી નજીકના રવાપર ગામમાં અગાઉ રૂપિયા માંગ્યા હોય જેની ના પડેલી હોવાથી તે બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ માતા અને પુત્રને માર મારી ઈજા પહોંચાડી હતી. એક્ટીવામાં તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રવાપર ગામમાં રહેતા હંસા મેઘજીભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 08 ના રોજ રાત્રીના તે જમીને ટીવી જોતા હોય અને તેનો દીકરો રાહુલ જમીને ગામમાં ઝાપા પાસે બેઠો હતો. ત્યારે દીકરાની રાડોનો અવાજ સંભળાતા હંસાબેન બહાર ગયા હતા. જ્યાં પાડોશમાં રહેતા દિનેશ ગોવિંદ સાગઠીયા, મહેશ ગોવિંદ સાગઠીયા, કિશોર ગોવિંદ સાગઠીયા બધા રાહુલ સાથે માથાકૂટ કરતા હતા અને દિનેશ સાગઠીયાએ રાહુલને ઢીકા પાટું માર મારતા હતા. હંસાબેને તેના દીકરાને શું કામ મારો છો કહેતા તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને બાદમાં જતા રહ્યા હતા. તેમજ દિનેશ ગોવિંદ જતા જતા આજે તો બચી ગયા ફરીવાર તારો દીકરો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી રીક્ષામાં બેસી સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ આવ્યા હતા અને બાદમાં દિનેશ ગોવિંદભાઈના જમાઈ પારસ ઉર્ફે સુલતાન હંસાબેનના ઘરે આવી અમારા ઘરે દીકરીનું એકટીવા GJ 03 EK 1913 માં તોડફોડ કરી જતો રહ્યો હતો. આમ પાડોશમાં રહેતા દિનેશ ગોવિંદભાઈએ ત્રણેક મહિના પૂર્વે ફરિયાદીના દીકરા પાસે 100 રૂપિયા માંગ્યા હતા અને દીકરાએ આપવાની ના પાડતા દિનેશભાઈને સારું નહીં લાગતા રવાપરના દિનેશ ગોવિંદભાઈ સાગઠીયા, મહેશ ગોવિંદભાઈ સાગઠીયા, કિશોર ગોવિંદભાઈ સાગઠીયાએ મારામારી કરી તેમજ રફાળેશ્વર ગામના પારસ ઉર્ફે સુલતાનએ એક્ટીવામાં તોડફોડ કરી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: