સુરત6 મિનિટ પહેલા
- કૉપી લિંક

પતરાનો શેડ પડતાં નીચે ઊભેલા વ્યક્તિઓનો આબાદ બચાવ
હવામાન વિભાગે વરેલીમાં આગાહી મુજબ માવઠાની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરલી ગામમાં શાળાએ ગયેલા પોતાના બાળકોની રાહ જોઈને ઉભી હતી અને તે દરમિયાન એકાએક પતરાનો શેડ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પતરાનો શેડ પડતા ગંભીર રીતે જ ઈજાગ્રસ્ત થયા
વરલી ગામમાં રાધાપુરમ સોસાયટીમાં રહેતા મહિલા તેમ જ એક પતરાના શેડની નીચે ઉભા હતા. નિયમિત પણ એ મહિલા શાળાએ ગયેલા પોતાના બાળકોને સ્કૂલ બસ છોડવા આવે છે. નિયત સમયે મહિલા પોતાના બાળકને લેવા માટે પહોંચી ગઈ હતી. તે દરમિયાન વૃદ્ધ અને અન્ય એક મહિલા પણ ત્યાં ઉભી હતી વાતચીત શરૂ હતી અને એકાએક જ ભારેખમ પતરાનો શેડ તેના પર પડ્યો હતો.
પતરાનો શેડ પડતા આસપાસના લોકો દોડી આવ્યા
દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા જ્યારે પત્રના શેડ નીચે ઉભી હતી તે દરમિયાન વરસાદી માહોલ હતો અને પૂરપાટ ઝડપે પવન ફૂંકાય રહ્યો હતો. એ જ સમયે મહિલા જ્યાં ઉભી હતી ત્યાં ઉપરનો જે પત્રનો શેડ હતો તે ભારે ભરખમ શેડ તેના ઉપર પડ્યો હતો. તે કઈ સમજી શકે તે પહેલા જ પતરાના કાટમાં નીચે તે દબાઈ ગઈ હતી તેમજ અન્યકૃત પણ નીચે દબાયા હતા. આસપાસના લોકો તાત્કાલિક અસરથી ધડાકા ભરાવેલા અવાજ ના કારણે તેમજ અન્ય એક મહિલાએ માંબૂમ કરતા તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા. જેમાં વયુવૃતને માથાના ભાગે અને મહિલાને પણ ઈજા થઈ હતી.
અગાઉ પણ એક શેડ પડ્યો હતો પરંતુ તેને ગંભીરતાથી લીધું નહોતું
ઇજાગ્રસ્તના પતિ મનોજભાઈ એ જણાવ્યું કે મારી પત્ની મારા બાળકોને લેવા માટે ગઈ હતી તે દરમિયાન એક આ ઘટના બની હતી મહિલાના ખભાના ભાગે ગંભીર ઈજા થઈ છે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેને પ્લાસ્ટર કર્યું છે તેમજ અન્ય એક વાયુ વૃદ્ધ અને માથાના ભાગે ઇજા થઈ છે. અગાઉ પણ એક સેડ અહીં પડ્યો હતો. બિલ્ડરે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી. જો થોડા સમય બાદ આ ઘટના બન્યો હોત તો કદાચ મારા બાળકો પણ આ શેડના નીચે દબાઈ ગયા હોત અને મોટી દુર્ઘટના થઈ હોત.