Tuesday, March 14, 2023

અરવલ્લી જિલ્લામાં કુલ 41 પરીક્ષા કેન્દ્રો પર 33,779 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા, તંત્રનું અલાયદું આયોજન | A total of 33,779 students are giving the exam at 41 exam centers in Aravalli district, separate organization of the system. | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરીને છેક 10 માં અને 12 માં ધોરણમાં આવે એટલે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે. ત્યારે આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 33,973 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10 માં કુલ 19,776 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12,213 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1984 વિદ્યાર્થીઓ જિલ્લામાં પરિક્ષા આપી રહ્યા છે. જિલ્લામાં કુલ 41 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા શરૂ છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સુચારુ આયોજન કરાયું છે. પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય વિભાગ તેમજ વીજ વિભાગને સજ્જ રાખવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આજે સવારના સેસનમાં ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં પરિક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સુંદર વાતાવરણમાં આજથી જિલ્લામાં બોર્ડની પરિક્ષાનો પ્રારંભ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: