- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- A 42 year old Man Who Was Playing Holi Drum Was Axed For Asking Why He Was Playing The Drum; I Was Brutally Murdered By 2 Family Members Who Beat Me With A Stick
મહિસાગર (લુણાવાડા)34 મિનિટ પહેલા
એક તરફ હોળીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં હોળી પર્વ પર ખૂની ખેલ ખેલાયો છે. ખાનપુર તાલુકાનું મુડાવડેખ ગામ કે જ્યાં ગત રાત્રીના સમયે હોળીનો ઢોલ વગાડવામાં આવી રહ્યો હતો. ત્યારે 42 વર્ષીય રમેશ વાદી નામક ભાઈ હોળીનો ઢોલ વગાડી રહ્યા હતા. ત્યારે તેઓના ઘરની બાજુમાં રહેતા આરોપી હીરા વાદી અને રાકેશ વાદી નામના બંને ઈસમો આવીને બોલવા લાગ્યા હતા. કે, તું ઢોલ કેમ વગાડે છે તેવું કહીને કુહાડીના ઘા જીકી લાકડી વડે માર મારી રમેશભાઈને જમીન પર પાડી દીધા હતા. ત્યારે તેઓની પત્ની સમીબેન પતિને બચાવવા વચ્ચે પડતા તેમને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવ બનતા રમેશભાઈને હોસ્પિટલ ખસેડાતા રસ્તામાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે બાકોર પોલીસ મથકે 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. બાકોર પોલીસ બનાવ અંગે તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે સમગ્ર બનાવ બનતા જિલ્લા નાયબ પોલીસ નિરીક્ષક પી.એસ.વળવી પણ સ્થળ તાપસ અર્થે પહોંચ્યા હતા.





