અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાત એટીએસ અને ઇન્ડિયન પોસ્ટ ગાર્ડે ભારતના યુવાનોને બરબાદી તરફ ધકેલવાનો કારખાને નિષ્ફળ બનાવ્યો છે. ગુજરાતી પીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા 61 કિલો ગ્રામ માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. મધ દરિયે પાર પાડેલા આ ઓપરેશનમાં શંકાસ્પદ બોટમાં લવાઈ રહેલ માદક પદાર્થ પાકિસ્તાનના પશની બંદર પરથી લાવવામાં આવી રહ્યો હતો, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 425 કરોડ રૂપિયા થાય છે.
ફરી એકવાર ગુજરાત ats દ્વારા એક સફળ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના પશની બંદર પરથી માદક પદાર્થ સાથે લોડ કરવામાં આવેલ બોટને સુરક્ષા એજન્સીઓ દ્વારા ટ્રેસ કરીને ઝડપી લેવામાં આવી. ઈરાનના આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોચી નામના વ્યક્તિએ ડ્રગ્સની ખેતી ભારત તરફ રવાના કરી હતી બે માર્ચના રોજ ઈરાનના ચાબહાર બંદર ખાતેથી બોટ નીકળી અને પાકિસ્તાનના પશની બંદર પરથી ડ્રગ્સનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો. જોકે બોટમાં રહેલો ડ્રગ્સ નો જથ્થો ભારતની ધરતી પર ડિલિવરી થાય એ પહેલા જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને દરિયામાંથી જ ઝડપી લેવામાં આવ્યો હતો.
ગુજરાત એટીએસ ના પી.આઈ જે.એમ પટેલ ને બાતમી મળી હતી કે ઈરાનમાંથી માદક પદાર્થનો જથ્થો દરિયાઈ માર્ગે ભારત તરફ લાવવામાં આવી રહ્યો છે જે બાદ ગુજરાતી અભ્યાસ દ્વારા કોસ્ટ ગાર્ડ ની મદદ લઈ મધદરિયે ઓપરેશન કરવામાં આવ્યું. જેમાં પાંચ ઈરાનના સ્મગ્લરને ઝડપી પાડવામાં આવ્યાં. એટીએસની ત્રણ ચામબાજ પોલીસ અધિકારીઓને ટીમ ની મદદથી આરોપીઓને ગુજરાતમાં લાવી રહી છે. સુરક્ષા દ્વારા પૂછપરછ માં હાલ પ્રાથમિક બાબતે સામે આવી છે કે ઝડપાયેલા આઠ વર્ષની ડિલિવરી ઉત્તર ભારતમાં કરવાની હતી
વર્ષ 2022 દરમિયાન ગુજરાતી અંગેના કુલ 8 મોટા કેસ કરવામાં આવ્યા હતા. જેમાં કોસ્ટ ગાર્ડ સાથે જ પાંચ સંયુક્ત ઓપરેશનમાં 387.994 કિલો ગ્રામ હેરોઇન, જેની કિંમત 1939.97 કરોડ થાય છે .