પાલનપુરના ગોળા ગામના ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા 45 હજારની સહાય મળી | A farmer of Gola village of Palanpur got an assistance of 45 thousand to buy a tractor | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા તથા તેમની આવક વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કટીબધ્ધ છે. રાજ્યના ખેડુતોને ખેતી કરવા માટે જરૂરી સાધન એવા ટ્રેક્ટરની ખરીદી માટે સરકાર દ્વારા રૂ. 45,0000 ની સહાય આપવામાં આવે છે. છેલ્લા 100 દિવસમાં રાજ્યમાં 28 હજારથી વધુ ખેડુતોને ટ્રેક્ટર ખદીવા માટે રૂ. 100 કરોડની માતબર રકમની સહાય ચૂકવાઇ છે. એ જ પ્રમાણે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-2022-23માં આજ તા.28 માર્ચ-2023 સુધીમાં કુલ-4,026 ખેડૂતોને ટ્રેક્ટર સહાય પેટે 19,14,30,000 ની રકમ ચુકવવામાં આવી છે.

વર્ષ-2022-23માં ટ્રેક્ટરની સહાય મેળવનાર પાલનપુર તાલુકાના ગોળા ગામના ખેડુત હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, હું પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરું છે. ખેતીકામમાં મારે ટ્રેક્ટરની જરૂરીયાત હોઇ મેં ખેતીવાડી ખાતામાં ટ્રેક્ટરની સહાય માટે અરજી કરી હતી એ અરજી પાસ થતાં મેં ટ્રેક્ટર લાવ્યું છે. સરકાર તરફથી મને રૂ. 45,000 ની સહાય મળી છે, એ સરકાર માટે નાની રકમ છે પરંતુ મારા જેવા ખેડુત માટે એ બહુ મોટી રકમ છે. ખેડુતોને ખેતીકામના અન્ય ઓજારો ખરીદવા માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખેડુતો માટે ખુબ સારું કામ કરે છે. તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારના 100 દિવસ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે હું તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને આવી યોજનાઓનો લાભ ખેડુતોને આપતા રહે તેવી એક ખેડુત તરીકે આશા રાખું છું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم