વલસાડ જિલ્લામાં આજે નવા 5 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 12 પર પહોંચ્યો | 5 new cases were reported in Valsad district today, the number of active cases reached 12 | Times Of Ahmedabad

વલસાડ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • આજે પારડી તાલુકામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ
  • એક દર્દીને આજે ડીસ્ચાર્જ કરવામાં આવ્યો

વલસાડ તાલુકામાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ સેન્ટર પણ વધારવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં આજે 700થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી પારડી તાલુકામાં 1, વલસાડ તાલુકામાં 2 અને ઉમરગામ તાલુકામાં 2 મળી કુલ 5 નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં હવે એક્ટિવ કેસનો આંક 12 પર પહોંચી ચૂક્યો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમે દરેક જિલ્લાના આરોગ્ય વિભાગને સતર્ક કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ધુળેટી બાદ કોરોના સંક્રમણે જિલ્લામાં પગ પેસારો કર્યો છે. ધુળેટી બાદ વલસાડ જિલ્લામાં કુલ 18 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. પૈકી 6 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા છે. આજે વલસાડ તાલુકાના દુલસાડ અને તિથલ રોડ ઉપર રહેતા યુવાનો ઉમરગામ તાલુકામાં રહેતી 2 ગૃહિણી, પારડી તાલુકાની એક 20 વર્ષીય યુવતીને કોરોનાના સામાન્ય લક્ષણો જણાઈ આવતા નજીકના કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉપર RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આજ રોજ આરોગ્ય વિભાગે વલસાડ તાલુકામાંથી 2, ઉમરગામ તાલુકામાંથી બે અને પારડી તાલુલમાંથી 1ને કોરોના સંક્રમિત જાહેર કર્યા હતા. જેને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, વલસાડ, પારડી તાલુકા અને ઉમરગામ તાલુકા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. વલસાડ જિલ્લામાં આજે કોરોના સંક્રમિત જાહેર થયેલા દર્દીઓને ઘરની આજુબાજુના વિસ્તારમાં કોરોના જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સમયસર કોરોના ટેસ્ટ કરાવી લેવા જાગૃત કરવામાં આવ્યા હતા.

આજે ધરમપુર તાલુકાની 62 વર્ષીય વૃદ્ધાએ સતત 7 દિવસથી આયુષ મંત્રાલય અને જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા છે. જેને સાથે વલસાડ જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીનો એક્ટિવ કેસનો આંક 12 ઉપર પહોંચ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને નજીકના ટેસ્ટિંગ સેન્ટર ઉપર ટેસ્ટિંગ કરવી જરૂરી નિદાન કરવી લેવા અપીલ કરી છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 13,957 સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. પૈકી 13,446 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم