ખેડા જિલ્લામાં તંત્રએ પાંચ પેઢીઓમાં તપાસણી કરી, નમૂનાઓ મીસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ આવતા વેપારીઓને રૂ. 5 લાખ 35 હજારનો દંડ | In Kheda district, the agency conducted inspections in five firms, found samples mis-branded and sub-standard coming to traders for Rs. 5 lakh 35 thousand fine | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In Kheda District, The Agency Conducted Inspections In Five Firms, Found Samples Mis branded And Sub standard Coming To Traders For Rs. 5 Lakh 35 Thousand Fine

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વર્ષ–2022 દરમિયાન જિલ્લાની પાંચ અલગ-અલગ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતા અને તે નમૂનાઓ મીસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ આવતા વેપારીઓ સામે એડજયુડીકેટીગ ઓફીસર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ તમામ વેપારીઓની સામે 17 માર્ચના રોજ હુકમ કરી કુલ રૂપિયા 5 લાખ 35 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલ પેઢીના ખાદ્ય પદાર્થના નમૂનામાં જય માતાજી જય માતાજી ટ્રેડીંગ, પ્રો.સંજય નારાયણભાઈ ઠકકર 6, ગંજ બજાર, નડિયાદ અને અન્ય જવાબદાર પેઢીને ત્યાંથી પેકેજ્ડ ટ્રીકીંગ વોટર (બાંસુદી બ્રાન્ડ) નમૂનો લેવામાં આવ્યો હતો. તેમજ રૂપિયા 80 હજારનો દંડ, શ્રીનાથ સેલ્સ કોર્પોરેશન નોમીની કૃતિક ભરતભાઈ ગાંધી, પીજ રોડ નડિયાદ અને અન્ય જવાબદારને ત્યાંથી બ્લેક સોલ્ટ ( જયશ્રી બ્રાન્ડ)નો નમુનો લેવામાં આવ્યો અને રૂપિયા 45 હજારનો દંડ તેમજ રીલાયન્સ રીટેલ લીમીટેડ મેનેજર કલ્પેશ કાંતીભાઈ પટેલ પેટલાદ રોડ, નડિયાદ અને અન્ય જવાબદારને ત્યાંથી ટોફુનો નમુનો લેવામાં આવ્યો અને રૂપિયા 1 લાખ 70 હજારનો દંડ અને સ્પાઈસી ટોફુનો નમુનો લઇ રૂપિયા 1 લાખ 20 હજારનો દંડ તેમજ મા અબુદા માર્કેટીંગ સુએજ ફાર્મ, નડિયાદ રોડ, કપડવંજ અને અન્ય જવાબદારને ત્યાંથી મરચુ પાવડર (કુમાર બ્રાન્ડ)નો નમુનો લેવામાં આવ્યો અને રૂપિયા 70 હજારની દંડની રકમ વસૂલવામાં આવી છે તેમ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post