ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં 5 એકર જમીનમાં આકાર પામનાર વડતાલધામના મંદિરની આજે ભૂમિપૂજન વીધી કરાઈ, સાધુ, સંતો જોડાયા | Bhumi Poojan of Vadtal Dham Temple, which was built on 5 acres of land in the city of Sydney, Australia, was held today, monks and saints joined. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Bhumi Poojan Of Vadtal Dham Temple, Which Was Built On 5 Acres Of Land In The City Of Sydney, Australia, Was Held Today, Monks And Saints Joined.

નડિયાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા વડતાલ ટ્રસ્ટીબોર્ડના પ્રયાસ તેમજ વડિલ સંતોના આશીર્વાદ સાથે છેલ્લા ચાર વર્ષથી સત્સંગીઓ હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. સત્સંગ સમુદાય વધતા વિશાળ મંદિરની માંગ ઊભી થઈ હતી. છ મહિના પૂર્વે આચાર્ય મહારાજ અને ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદનનો સંકલ્પ કરાયો હતો. સહુ ધર્મપ્રેમી સજ્જનોના સહકાર સાથે 5 એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી છે.

ભૂમિદાતા યજમાનો પણ જોડાયા
આ જમીનમા ‘ભૂમિપૂજન’ નિમિત્તે 23 માર્ચથી 27 માર્ચ સુધી ભૂમિપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે પાંચ દિવસ ઘરસભા તથા શ્રીમદ્ સત્સંગિજીવનની કથા , સરધાર નિવાસી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વક્તાપદે રાખવામાં આવેલ છે. આજ રોજ મહાસમર્થ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમ સાથે મંત્રોના નાદ સાથે નિત્યસ્વરૂપ સ્વામી તથા ડો સંત સ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂમિદાતા યજમાનો પણ જોડાયા હતા.

ભારતએ ભગવાનની ભૂમિ છે
આશીર્વાદ સાથે સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક મહાત્મ્ય સમજાવ્યું હતું. નિત્યસ્વરૂપ સ્વામીએ આ મંદિર ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બની રહેશે. એવા આશીર્વાદ સાથે દાતાઓ, મહેમાનો અને કાર્યકર્તાઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને ભારતભૂમિના ગૌરવતી વાત કરી હતી. ભારતએ ભગવાનની ભૂમિ છે તેમ કહ્યું હતું. આ પ્રસંગે તેજસભાઈ પ્રમુખ, દિપક રાઘવાણી – સેક્રેટેરિ, સી કે પટેલ, ઘનશ્યામ કાનાણી, કેતન પટેલ, નિલય પટેલ , રજનીકાંત પટેલ , રાજેશ ડોબરીયા, બીપીનભાઈ, મહેશભાઈ વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم