નજર ચૂકવી ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય કંજર ગેંગ પકડાઈ, 50થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા | Inter-state Kanjar gang carrying out blind theft caught, more than 50 crimes solved | Times Of Ahmedabad

સુરત4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતર રાજ્ય કંજર ગેંગને ઝડપી પાડી હતી

ઘર, દુકાન અને નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો ખુંખાર આંતર રાજ્ય કંજર ગેંગ સુરતથી ઝડપાઈ છે.કંજર ગેંગના 6 સભ્યોને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયા છે. 4 મહિલા અને બે પુરુષની પોલીસે ધરપકડ કરી છે. તેમજ આ ગેંગ પાસેથી પોલીસે 3.35 લાખથી વધુની કિંમતના 51 મોબાઈલ કબજે કર્યા છે અને 50થી વધુ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

આંતરરાજ્ય કંજાર ગેંગ ઝડપાઈ
સુરત શહેરમાં લોકોના ઘરોમાંથી મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે આંતરરાજ્ય કંજર ગેંગના 6 સભ્યોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 4 મહિલા અને બે પુરુષની ધરપકડ કરી છે. તેમજ તેઓની પાસેથી પોલીસે 3.35 લાખની કિમતના જુદા જુદા 51 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ગેંગ દ્વારા કરવામાં આવતી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

કોની કોની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગેંગના કુલ 6 સભ્યોને ઝડપી પાડ્યા છે.જેમાં અજય ઉર્ફે અહેમદ પપ્પુ રાજનટ ,રવિ દેવા રાજનટ,મનીયા ,રાયન કનુ ભંવરલાલ રાજનટ ,સલમા રાજનટ અને હીના પ્રવીણ રૂમાલ રાજનટ ને બાતમીના આધારે ઝડપી પાડયા છે. મહિલા અને પુરુષ સાથે મળી ખૂબ જ ચાલાકે પૂર્વક ઘરોમાંથી મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતાં હતાં.આ ગેંગનો ત્રાસ સુરત સહિત અનેક રાજ્યોના શહેરોમાં ખૂબ જ વધી ગયો હતો.

શું હતી મોડેસ ઓપરેન્ડી
​​​​​
પોલીસે આ ગેંગને ઝડપી કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષથી તેઓની ગેંગના સભ્યો દ્વારા ગુજરાત રાજ્યના વડોદરા, અમદાવાદ, સાણંદ, હાલોલ, સુરત તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ, થાણે, પુણે વિગેરે શહેરોમાં વહેલી સવારે ખુલ્લા મકાનમાં ઘૂસીને અથવા બારીમાંથી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ તથા અન્ય ચીજવસ્તુઓઈ ચોરી કરતી હતી અને એક રાજ્યમાંથી કરેલી ચોરીઓનો સમાન તે અન્ય રાજ્યોમાં જઈને આ ગેંગના સભ્યો દ્વારા વેચાણ કરાતો હતો.

50 ગુનાના ભેદ ઉકેલાયા
પોલીસે આ ગેંગને ઝડપી પાડી 51 મોબાઈલ કબજે કર્યા છે તેમજ પોલીસ તપાસમાં 50 થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ઝડપાયેલો આરોપી અજય ઉર્ફે અહેમદ પપ્પુ રાજનટ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે તે ભૂતકાળમમા કતારગામ અડાજણ, વડોદરામાં પણ મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયો છે અને પાસા અટકાયતી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ કેદ હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم