- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Police Seized More Than 500 Duplicate Clothes Sold In The Name Of Branded Company From Bharuch, Seized Worth One And A Half Lakh
ભરૂચ41 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
ભરૂચ એસ.ઓ.જીએ ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાંથી ડુપ્લીકેટ લીવાઇસ કંપનીના કપડાં સાથે વેપારીને દોઢ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાં લીવાઇસ કંપનીના કપડાંનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. જેવી બાતમીના આધારે કંપનીના એક્ઝિક્યુટિવ મેહુલ હરિશચંદ્ર ઘોલેએ ભરૂચ એસ.ઓ.જી.ના સ્ટાફને સાથે બાતમી વાળી દુકાન ખાતે રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેટ કંપનીના ડુપ્લીકેટ શર્ટ-10,ટી-શર્ટ 200 અને જીન્સ 90 સહીત 500 નંગ કપડા મળી કુલ દોઢ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મઢી સુરાલીના ગાંધીનગર સોસાયટીમાં રહેતા સંચાલક વિજયસિંહ જેરામસિંહ અવધિયા સામે કોપીરાઈટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…