સ્વામિનારાયણ ગુરુકુળમાં બ્રહ્મ મહોત્સવનું આયોજન, વ્રત અનુષ્ઠાનની સાથે ભગવાનને ઝૂલાવવા 51 પારણીયાનું પૂજન | Brahma Mahotsav organized in Swaminarayan Gurukul, worship of 51 Paraniyas to swing the Lord along with Vrat ceremony | Times Of Ahmedabad

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

તપ, વ્રત, સેવા, સાધના અને આરાધના માટે ચૈત્રમાસને શાસ્ત્રકારોએ અધિક પ્રાધાન્ય આપ્યું છે. આ મહિનામાં ભગવાન શ્રી રામચંદ્રજી તથા ભગવાન શ્રીસ્વામિનારાયણનું પ્રાગટ્ય થયેલું છે. ત્યારે સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા પ્રભુ પ્રાગટય પૂર્વેના નવ દિવસ અધિક આરાધના અર્થે બ્રહ્મ મહોત્સવનું આયોજન કરાયું છે. ચૈત્ર સુદ એકમથી નોમ આ નવ દિવસને સાધકો ચૈત્રી નવરાત્રા તરીકે મનાવે છે. આ સમયમાં કરેલી સાધના તપ વ્રત અનુષ્ઠાન વગેરે વિશેષ આધ્યાત્મિક બળ આપે છે.

દેશ-વિદેશમાં ઉજવણી
ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીના આશીવાદ તથા સુરત ગુરુકુલના મહંત સદગુરુ સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર બ્રહ્મ મહોત્સવ સુરત ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, જસદણ,તરવડા, ઉના,પાટડી, વિદ્યાનગર, અમદાવાદ, નવસારી વગેરે દેશ વિદેશના ગુરૂકુલોમાં સંતો ભકતો તથા વિદ્યાર્થીઓ ભક્તિભાવ પૂર્વક ઉજવી રહ્યા છે.

ઠેક ઠેકાણે વ્રત
પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર સુરતમાં નવ દિવસ સુધી સંતો, હરિભકતો, મહિલાઓ મળી કુલ 7200 ભકતો એકટાણા, 4500 ભકતો ફરાળ, 9૦૦ ભક્તો ઉપવાસ, 200 ભકતો રોજના ૩ ત્રણ કોળીયા અનાજ જમી ‘ હરિ ચાંદ્રાયણ’ વ્રત કરી રહ્યા છે. જેમાં ગુરૂકુલમાં ભણતા ઘો 1૦ તથા 12ના 60 વિદ્યાર્થીઓ ઉપવાસ કરે છે, જ્યારે 102 વિદ્યાર્થીઓ ચાંદ્રાયણ વ્રત કરી ભગવાનના રાજી કરી રહ્યા છે. આ ઉપરાંત દેશ વિદેશમાં 15૦૦૦ ઘરે પરિવાર સાથે પારણીયામાં ભગવાનને ઝૂલાવવા સાથે અડધો કલાક પૂજન અર્ચન કરી રહ્યા છે.

અનુષ્ઠાન શરૂ
ગુરુકુલમાં તા.22 થી 30 દરમ્યાન રોજ સવારે ભગવાનની અભિષેક, શ્રી મહાવિષ્ણુયાગ યજ્ઞ, 51 જળાભિષેક યાગ, 51 પારણીયા-ઝૂલા, મહામંત્ર બ્રહ્મજ્યોત – મશાલ સાથે પ્રદક્ષિણા, પુષ્પ પાંખડી તથા ફળો દ્વારા ભગવાનનું પૂજન, રાત્રે વિશેષ પ્રભુ આરાધના ભક્તિ નૃત્ય, તથા સત્સંગ કથાવાર્તાનો લાભ મહિલા પુરૂષો સવારના 6:00 થી રાત્રીના 10:15 દરમ્યાન લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم