Wednesday, March 22, 2023

અમદાવાદમાં સિનિયર સિટીઝનના ફોનમાં એક બાદ એક 54 ઓટીપી આવ્યા, દરેક OTPમાં ટ્રાન્જેક્શના રૂપિયા ઉપડતા | 54 OTPs came one after the other on the phone of a senior citizen in Ahmedabad, each OTP costing Rs. | Times Of Ahmedabad

અમદાવાદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં સિનિયર સિટીઝનને એક પછી એક 30 ઓટીપી આવ્યા હતા. ત્યારબાદ ફરી 24 ઓટીપી આવે છે. દરેક વખતે ઓટીપી આવ્યા બાદ ટ્રાન્જેક્શન થાય છે અને રૂપિયા ઉપડી જાય છે. આમ અમદાવાદના એક સિનિયર સિટીઝનની જાણ બહાર આવેલા ઓટીપીના કારણે 2.80 લાખ રૂપિયા ઉપડી ગયા છે. આ વાતની જાણ થયા બાદ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે.

બેંક એકાઉન્ટમાંથી 2.80 લાખ રૂપિયા ઉપડી ગયા
સાયબર ક્રાઇમની માયાજાળમાં કોઈપણ સામાન્ય વ્યક્તિ ફસાઈ જાય છે જેમાં સાઇબર ઠગ ગમે તેમ કરીને નિર્દોષ લોકોને પોતાનો ટાર્ગેટ બનાવે છે. આવું જ અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે બન્યું છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા ભાઈ દેસાઈ ફૂડનું કામ કરે છે. તેમના પિતા ઘરે નિવૃત્ત જીવન ગાળે છે. તેમના બેંકના બે અલગ અલગ એકાઉન્ટમાંથી એવું બન્યું કે તેઓ કંઈ સમજે તે પહેલા જ તેમના બે એકાઉન્ટમાંથી 2.80 લાખ રૂપિયા ઉપડી ગયા છે.

મોબાઇલમાં એક બાદ એક 54 OTP આવ્યા
અમદાવાદ સાબરમતીમાં નોંધાયેલી ફરિયાદના આધાર શપનભાઈના પિતા ઘરે બપોરના સમયે હાજર હતા તે સમયે તેમના મોબાઈલમાં એક ઓટીપી આવ્યો જેમાંથી 5000 રૂપિયાનું અને ત્યારબાદ 30 બીજા ટ્રાન્જેક્શન થયા હતા. થોડીવાર બાદ બીજો એક એકાઉન્ટ નંબરમાંથી ઓટીપી આવ્યો અને એમાંથી 5,000નું ટ્રાન્જેક્શન થયું. ત્યારબાદ બીજા 24 ઓટીપી આવે અને આ રીતે તેમના બે એકાઉન્ટના મળીને કુલ 54 ઓટીપી આવ્યા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસના હાથ ધરી
એકાઉન્ટમાં એક સાથે આટલા બધા ટ્રાન્જેક્શન થઈ જતા તેમના એકાઉન્ટમાંથી સાયબર ઠગે કુલ બે લાખ 80 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે તેમણે હાલ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને સાઇબર ક્રાઇમ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી તપાસના હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: