વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

- વલસાડ જિલ્લામાં 58,738 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- જિલ્લામાં SSCમાં કુલ 33,849 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- HSCમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ મળીને કુલ 24,889 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનારી બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કુલ 55 કેદ્રો ખાતે આવેલી 171 શાળાઓના 2066 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજ નજર વચ્ચે કુલ 58,738 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરીને શાંતિપૂર્ણ માહોલમાં અને ભય મુક્ત વર્તવારણમાં પરીક્ષા આપે તે રિતનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

બોર્ડની પરીક્ષા માટે શિક્ષણાધિકારી કચેરી દ્વારા આત્મવિશ્વાસ હેલ્પ લાઈન શરૂ કરી છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને મુજવતા પ્રશ્નોના નિરાકરણ મેળવી શકશો સાથે પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલી ગુજરાત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

વલસાડ જિલ્લામાં SSC બોર્ડની પરીક્ષા માટે માધ્યમિક બોર્ડની પરીક્ષા કુલ 32 કેન્દ્રોમાં આવેલી 94 શાળાઓમાં આવેલા 1125 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજ નજર વચ્ચે SSCની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 33,849 વિદ્યાર્થીઓ ભયમુક્ત વર્તવારણમાં પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. સાથે ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે વલસાડ જિલ્લામાં નોંધાયેલા 23 કેન્દ્રોમાં આવેલી 77 શાળાઓના 941 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજ નજર વચ્ચે બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 24,889 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તે પૈકી HSC સામાન્ય પ્રવાહમાં 16 પરીક્ષા કેન્દ્રોમાં આવેલી 49 શાળાઓના 575 વર્ગ ખંડમાં બોર્ડમાં પરીક્ષા માટે નોંધાયેલા 17,568 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે જ્યારે HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા વલસાડ જિલ્લાના 7 કેન્દ્રોમાં આવેલી 28 શાળાઓમાં આવેલા 366 વર્ગ ખંડ માં CCTVની બાજુ નજર વચ્ચે કુલ 7,321 વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે.

બોર્ડની પરીક્ષા બોર્ડના તમામ નિયમોનું પાલન વચ્ચે શાંતિપૂર્ણ મહોલમા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને મુંઝવતા તમામ પ્રશ્નોના નિરાકરણ માત્ર આત્મવિશ્વાસ હેલ્પલાઇન બનાવવામાં આવી છે. જેમાં નિષ્ણાત ડોક્ટરો અને શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.