Tuesday, March 14, 2023

રાજ્યમાં 55 હજાર મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરવા માત્ર 41 ડ્રગ ઇન્સ્પેકટર, 50% જગ્યા ખાલી છતાં ભરતી મોકૂફ રખાઈ | Only 41 drug inspectors to check 55 thousand medical stores in the state, recruitment postponed despite 50% vacancies | Times Of Ahmedabad

ગાંધીનગર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજયમાં 55 હજાર મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરવા માત્ર 41 ડ્રગ્સ ઈન્સ્પેક્ટર હોવા છતાં 50 % ખાલી જગ્યા ભરવા માટેની ભરતી પ્રક્રિયા મોકૂફ રાખી દેવામાં આવતાં ગુજરાત મેડિકલ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે ડ્રગ ઈન્સ્પેક્ટરોની ભરતી કરવાની માંગણી કરાઈ છે.

ગુજરાત મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ રજનીકાંત ભારતીયે મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રીને પત્ર લખી માંગણી કરાઈ છે કે, મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગુજરાતની સાડા છ કરોડ જનતાના આરોગ્ય સાથે સીધો જોડાયેલ છે. આ મેડિકલ સ્ટોર્સ નિયમ મુજબ દવાનું વેચાણ કરે છે કે નહીં એની તપાસ ડ્રગ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ લાંબા સમયથી ડ્રગ ઇન્સ્પેકટરની પચાસ ટકા કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી હોવાથી હાલમાં રાજ્યના 70 ટકા કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 નું ઉલ્લંઘન કરી ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. અને જનતાના આરોગ્ય સાથે ગંભીર રમત કરી રહ્યા છે.

એટલું જ નહીં આવા લેભાગુ લોકો દવાની આડ અસરોથી માહિતગાર ન હોઈ તેમજ ફક્ત રૂપિયા કમાવવા જ એમનો ઉદેશ્ય હોઈ નશાના ઉપયોગમાં લેવાતી કોડીન કફ શિરપ, અલ્પ્રાઝોલમ નાઈટ્રાઝૉલમ તેમજ ગર્ભપાતની દવાઓનું બેફામ વેચાણ કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે. ગુજરાતમા જ્યારે માત્ર 12000 મેડિકલ સ્ટોર્સ હતા એ સમયે આદર્શ નીતિ મુજબ પ્રતિ 100 મેડિકલ સ્ટોર્સ દીઠ 1 ડ્રગ ઇન્સ્પેકટર મુજબ કુલ 89 ડ્રગ ઇન્સ્પેકટરનું મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું.

જેની સામે હાલ માત્ર 41 ડ્રગ ઇન્સ્પેકટર જ છે અને 48 જગ્યાઓ ખાલી છે. હાલની સ્થિતિએ મેડિકલ સ્ટોર્સની સંખ્યા પણ વધીને 55000 જેટલી થઈ ગઈ છે. આદર્શ નિતિ મુજબ હાલમાં 550 ડ્રગ ઇન્સ્પેકટરની જરૂરિયાત છે જેથી જૂના મહેકમમાં ફેરફાર કરી મહેકમ વધારવાની જરૂર હોવા છતા GPSCએ વિધાનસભાની ચૂંટણી પહેલા બહાર પાડેલ ભરતી કેલેન્ડર મુજબ 32 ડ્રગ ઈન્સ્પેક્ટરની જગ્યાઓની ભરતી ન કરી હોવા છતા આ વર્ષના ભરતી કેલેન્ડરમાં ડ્રગ ઈન્સ્પેક્ટરની ભરતી બાકાત કરી દેતા પરીક્ષાની તૈયારી કરતા ફાર્માસિસ્ટમાં આક્રોશ વ્યાપી ગયો છે.

વધુમાં જણાવાયું છે કે, દિવસે દિવસે પાનના ગલ્લાની જેમ મેડીકલ સ્ટોર્સની સંખ્યા વધી રહી છે. પરંતુ સામે ડ્રગ ઈન્સ્પેક્ટરની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો નથી. અને જેટલી જગ્યાઓ છે એમાંથી 48 જગ્યાઓ ખાલી છે. જેના કારણે રાજ્યના પંચાવન હજાર મેડીકલ સ્ટોર્સમાં તપાસ કરવા માત્ર 41 ડ્રગ ઈન્સ્પેક્ટર જ ઉપલબ્ધ છે. ભાવનગર, જુનાગઢ અને પંચમહાલ જિલ્લાની કચેરીઓમાં ડ્રગ ઈન્સ્પેક્ટરની 3 જગ્યાઓ સામે એક પણ ડ્રગ ઈન્સ્પેક્ટર ઉપલબ્ધ નથી. સૌરાષ્ટ્ર પંથકમાં એક પણ જીલ્લાની ફુડ એન્ડ ડ્રગ કચેરીમાં ડ્રગ ઈન્સ્પેક્ટર નથી.

એજ રીતે બનાસકાંઠા જેવા મોટા જીલ્લામાં માત્ર એક જ ડ્રગ ઈન્સ્પેક્ટર છે. એ પણ સસ્પેન્ડ થયેલ હોવાથી મેડીકલ સ્ટોર્સમાં તપાસ કરવા ડ્રગ ઈન્સ્પેક્ટર ઉપલબ્ધ નથી. ગાંધીનગર કમિશનર કચેરીમાં પણ નવ ડ્રગ ઈન્સ્પેક્ટરની જગ્યાઓમાથી સાત જગ્યાઓ ખાલી છે. જે ખુબ જ શરમજનક છે. આમ સરકારની રેઢિયાળ નીતિઓના કારણે ફુડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીઓ ખાલી છે. જેના કારણે મોકળુ મેદાન મળતા લેભાગૂ લોકો ગેરકાયદેસર રીતે દવાની હાટડીઓ ખોલીને જનતાના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે જેના કારણે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની ડ્રગ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક ભરતી કરવા માંગણી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: