ગાંધીધામ સંકુલમાં રામનવમી હર્ષોલ્લાસ સાથે ઉજવાશે; 55 ઝાંકી સાથે રથયાત્રા નગરયાત્રા કરશે | Ram Navami will be celebrated with gaiety at Gandhidham complex; Rath Yatra with 55 Tableaus will perform Nagar Yatra | Times Of Ahmedabad

ગાંધીધામએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીધામ શહેરમાં ભગવાન રામ જન્મોત્સવ નિમિત્તે જુદા જુદા સમાજ, સંગઠનો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 55 ઝાંકી સાથે આ રથયાત્રા નગરયાત્રા કરશે. તેમજ આદિપુર લોહાણા સમાજ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શહેરના ભારતનગર આશાપુરા મંદિરથી આ રથયાત્રાનો પ્રારંભ તા.30/3ના બપોરે 4 વાગ્યે કરાશે. જેમાં બ્રહ્મચારી પ્રકાશઆનંદજી મહારાજ, મહંત દેવેન્દ્રગિરિબાપુ, લઘુ મહંત ભરતડાડા ગુરુ દેવજી રાજા, રામકરણદાસજી મારાજ, ધર્મગુરુ ધીરજ ડાડા માતંગ, ધર્મગુરુ નાંગ ડાડા માતંગ વગેરે ઉપસ્થિત રહેશે.

આ રથયાત્રા સમગ્ર શહેરમાં પરિક્રમા કરશે. રથયાત્રામાં જુદા જુદા સમાજ, સંસ્થાઓની 55 ઝાંકી રજૂ કરવામાં આવશે. સનાતન હિન્દુ સમાજ, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, શ્રીરામ સેના, હિન્દુ યુવાવાહિની વગેરે દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આદિપુર લોહાણા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. લોહાણા મહાજનવાડી ખાતે તા. 30/3/2023ના સવારે પૂજન- અર્ચન, ભજન સ્પર્ધા, મહાઆરતી, રામ જન્મોત્સવ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…