રાજકોટ3 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ જિલ્લામાં 5580 મહિલાઓને સ્વરક્ષણની તાલીમ અપાઇ હતી. જેમાં ખુદ રાજકોટ રૂરલ SP જયપાલસિંહ રાઠોડએ માર્ગદર્શન આપ્યું હતું.
સ્વરક્ષણની તાલીમ જરૂરી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મહિલાઓના સશકિતકરણ માટે ‘સુરક્ષા સેતુ’ સોસાયટી, રાજકોટ ગ્રામ્ય જિલ્લા અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લાની શાળાની વિદ્યાર્થિનીઓને અનુ.જન જાતિ, અનુ.જાતિ તથા સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગની મહિલાઓ, શાળા-કોલેજ-સરકારી છાત્રાલયની વિદ્યાર્થિનીઓ, ખેતમજૂરી કરતી ઝૂંપડપટ્ટી તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી તથા અસહાય મહિલાઓને સ્વરક્ષણની અસરકારક અને ગુણવત્તાલક્ષી તાલીમ આપવામાં આવી છે.
837 મહિલાને એડવાન્સ તાલીમ અપાઇ
આ સમગ્ર પ્રોજેકટ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહયો છે. તેઓ કહે છે કે ‘સુરક્ષા સેતુ’ પ્રોજેકટ અન્વયે રાજકોટ જિલ્લાની મહિલાઓ આત્મરક્ષણ માટે સજજ બની રહી છે. આ તાલીમથી તેમના આત્મબળ અને આત્મનિર્ભરતામાં વધારો થયો છે.આ પ્રોજેકટના નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક હિંગોળદાન રત્નુના જણાવાયા અનુસાર, સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા વર્ષ 2021-22માં 4227 મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. જયારે 2022-23માં 5580 મહિલાઓને બેઝિક અને 837 મહિલાને એડવાન્સ તાલીમ અપાઇ હતી.
તાલુકાઓમાં તાલીમ અપાઈ
રાજકોટ જિલ્લામાં જસદણ, વિછિયા, આટકોટ, ભાડલા, કોટડા સાંગાણીની 1800, ગોંડલ શહેર અને તાલુકા, શાપર, લોધિકા, પડધરીની કુલ 1680 અને જેતપુર સિટી તથા તાલુકા, વિરપુર, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ, ઉપલેટા ધોરાજીની 2100 મહિલાઓને તાલીમ અપાઇ હતી.