No results found

    કડીમાં ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ; ભગવાનને 56 ભોગનો અન્નકોટ ધરાવ્યો, સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે | A grand celebration was held on the birth anniversary of Lord Julelalal Bhagwan; A grand procession will take place in the evening, carrying an annakot of 56 offerings to the Lord | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Mehsana
    • Kadi
    • A Grand Celebration Was Held On The Birth Anniversary Of Lord Julelalal Bhagwan; A Grand Procession Will Take Place In The Evening, Carrying An Annakot Of 56 Offerings To The Lord

    કડી6 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    કડીમાં સિંધી સમુદાયનો પવિત્ર તહેવાર ચેટીચાંદ જેની આજના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કડીમાં સિંધી સમાજ દ્વારા આજે ભવ્ય બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કડી શહેરના કિનારા ટોકીઝ પાસે આવેલ મધુવન સોસાયટીમાં ભગવાન ઝૂલેલાલના મંદિર ખાતે છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. જ્યાં સિંધી સમુદાયના લોકો દર્શના અર્થે આવી પહોંચ્યા હતા.

    ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ નુતન વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે સિંધી સમાજના લોકો પોતાના ઘર મંદિરોમાં ઝૂલેલાલ ભગવાનની વિધિવત રીતે પૂજા વિધિ કરે છે. ત્યારે કડી શહેરની અંદર વસતા સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ એટલે કે નૂતન વર્ષ અને ઝૂલેલાલ ભગવાનનો જન્મ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. જ્યાં સિંધી સમાજ દ્વારા આજે સવારે કડી નગરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધુવન સોસાયટી ખાતે આવેલ ભગવાન ઝૂલેલાલના મંદિર ખાતે ભગવાનની આરતી તેમજ પૂજા વિધિ કરવામાં આવી હતી. તેમજ ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને સિંધી સમુદાયના લોકો ભગવાનના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા અને ભગવાનનો મહાપ્રસાદ લીધો હતો

    કડીમાં આજે ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ધામધૂક પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આજે સાંજે દડુકુળ મહાદેવ ખાતેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે અને કડી નગરના વિવિધ માર્ગો ઉપર ફરી ઝૂલેલાલ મંદિર ખાતે પહોંચશે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال