Monday, March 20, 2023

મહેસાણા નજીક ટ્રેનમાં સુઈ રહેલા મુસાફરનું લેપટોપ સહિત 57 હજારથી વધુના મત્તાની ચોરી | More than 57,000 items including laptop stolen from passenger sleeping in train near Mehsana | Times Of Ahmedabad

મહેસાણા4 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા નજીક પસાર થઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા શખ્સની બેગમાં અજાણ્યા તસ્કરોએ કિંમતી સમાન રોકડા સહિત કુલ 57,300 મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાના પગલે દિલ્હીના મુસાફરે મહેસાણા રેલવે પોલીસ મથકમાં ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
​​​​​​​દિલ્હીથી રાજકોટ આવી રહેલી ટ્રેનમાં બની ઘટના
મૂળ દિલ્હી ખાતે રહેતો શિવ કુમાર ઝા 17 માર્ચે પોતાના મિત્ર સાથે રાજકોટ-દિલ્હી ટ્રેનમાં બેસી રાજકોટ આવતો હતો. જ્યાં રાત્રી દરમિયાન યુવક અને તેનો મિત્ર પોતાની સીટો પર સુઈ ગયા હતા. ત્યારે અજાણ્યા તસ્કરો ફરિયાદીના બેગમાં મુકેલા 50 હજાર કિંમતનું લેપટોપ, 3,000 કિંમતનો ફોન, જરૂરી ડોક્યુમેન્ટ, રોકડા 4300, મળી કુલ 57,300ના મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બાદમાં ફરિયાદી ઉઠી જતા પોતાની બેગમાં તપાસ કરતા સમાન ચોરી થયો હોવાની જાણ થઈ હતી. જેથી આસપાસમાં તપાસ કરી હતી. જોકે, સામાન ન મળાતા મહેસાણા રેલવે સ્ટેશન આવી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.