- Gujarati News
- Local
- Gujarat
- Botad
- A Special Camp Was Held For Registration Of E Shram Card In Gadiya, Botad; E Labor Card Of 570 Workers Were Registered In The Village
બોટાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
જિલ્લા કલેકટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો ઈ-શ્રમ કાર્ડની નોંધણીથી વંચિત ન રહે અને વધુમાં વધુ લાભ લે તે હેતુસર રજાના દિવસોમાં પણ ઈ-શ્રમ કાર્ડ નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આજે બોટાદ તાલુકાના ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે ખાસ ઝુંબેશ કેમ્પ યોજાયો હતો.
ગઢડીયા ગામના તલાટી કમ મંત્રી ભારતીબેન ઝાંપડિયાએ જણાવ્યું હતું કે, જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે તેઓ ઈ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા પાત્ર છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો, શાકભાજી અને ફળ વિક્રેતાઓ, કામદારો, ઈંટ ભઠ્ઠાના કામદારો, માછીમાર, મિલના કામદારો, પશુપાલન કામદારો, સુથાર રેશમ ખેતી કામદારો, મીઠું પકવતા કામદારો, ઘરેલું કામદારો, વાળંદ, રિક્ષાચાલકો, ઓટો ડ્રાઈવરો, આશા વર્કર સહિતના 16થી 60 વર્ષની વય ધરાવતા લોકો ઈ-શ્રમની નોંધણી કરી શકશે.
ગઢડીયા ગામના જે લોકોએ ઈ-શ્રમ કાર્ડની નોંધણી ન કરાવી હોય તેમજ પંચાયત તથા રેવન્યુ વસુલાત બાકી હોય તેવા લોકોને સત્વરે ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઢડીયા ગામના આજદિન સુધી અંદાજે 570 જેટલા અસંગઠિત ક્ષેત્રના કામદાર અને મજૂરોના ઈ-શ્રમ કાર્ડની ઓનલાઇન નોંધણી પૂર્ણ કરવામાં આવી છે. આ કેમ્પનું સુચારુ આયોજન ગઢડીયા ગામના તલાટી કમ મંત્રી ભારતીબેન ઝાંપડિયા, તાલુકા લાઈવલી હુડ મેનેજર ભાર્ગવ જોષીએ કર્યુ હતું.