Thursday, March 23, 2023

પાટણ જિલ્લામાં વન ગ્રામ પંચાયત, વન બિઝનેસ કોરસ્પોન્ડન્સ અંતર્ગત 6 દિવસની તાલીમ આપવામાં આવી | 6 days training was given under One Gram Panchayat, One Business Correspondence in Patan district | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, પાટણ તેમજ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, પાટણ દ્વારા સ્વ સહાય જૂથની બહેનોને 1GP 1BC (વન ગ્રામ પંચાયત, વન બિઝનેસ કોરસ્પોન્ડન્સ) અંતર્ગત આપવામાં આવેલી 6 દિવસની તાલીમનો સમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વસહાય જૂથની બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ બહેનોની સાતમા દિવસે IIBF દ્વારા ઓનલાઈન પરિક્ષા લેવામાં આવી હતી. જે બહેનો પરિીક્ષામાં સફળ થઈ તેઓને CSC કોડ આપવામા આવ્યા.

કોમન સર્વિસ સેન્ટરની 150 પ્રકારની સેવાઓની તાલીમ લીધેલ બહેન ગ્રામ્ય લેવલ પર સેવા આપી શકે તેવુ એક કોમન સર્વિસ સેન્ટર ઊભું કરવાની પ્રેરણા સ્વસહાય જૂથોની બહેનોને આપવામાં આવી હતી. કોમન સર્વિસ સેન્ટરના સેટ-અપ માટે સ્વ સહાય જૂથની બહેનોને ગ્રામ સંગઠન દ્વારા વગર વ્યાજે રૂ 70,000 નુ ધિરાણ આપવામા આવશે. તે અંગેનુ માર્ગદર્શન પણ તાલીમ દરમિયાન આપવામા આવ્યુ હતુ. આમ આજરોજ 6 દિવસની તાલીમ પૂર્ણ કરી સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો દ્વારા તાલીમના સર્ટિફિકેટ બહેનોને આપવામાં આવ્યા હતા.

સમાપન કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરી પાટણના રોજગાર અધિકારી હિતેશભાઈ ગઢવી, કૃણાલભાઈ, મયુરભાઈ પટેલ, તેમજ આરસેટી સંસ્થાના નિયામક ડૉ. રૂદ્રેશ ઝુલા, સંસ્થાના ઈનહાઉસ ફેકલ્ટી મુકેશભાઈ ઠાકોર અને હરેશભાઈ પટેલ તેમજ સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.