જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
જામનગરમાં વસવાટ કરતાં ફરિયાદી નટુભા કેશુભા વાઢેર આરોપી વિજય અમૃતલાલ કાપડી બન્ને વચ્ચે મિત્રતા સંબંધ હતો. આરોપી વિજયને અંગત કારણોસર રૂા. 1.50 લાખની જરૂરિયાત ઉભી થતાં ફરિયાદી નટુભા વાઢેર પાસેથી સંબંધના નાતે રૂપિયા લીધેલા હતાં અને આ રકમની પરત ચૂકવણી માટે આરોપીએ તેના ખાતાનો સહી કરેલો ચેક આપ્યો હતો. તેના વિશ્ર્વાસે આપેલ હતાં. જે મુદ્ન તારીખે ચેક બેંકમાં ભરતા ચેક પાસ થઇ જશે એવી ખાત્રી આપતા ફરિયાદી નટુભાએ ચેક મુદ્દે તેમના ખાતામાં જમા કરાવેલ હતો. આ ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. ચેક પરત ફરતાં આરોપી વિજય કાપડીએ કોઇ જવાબ ન આપતા ફરિયાદી નટુભાએ વકીલ મારફત કાનૂની નોટીસ મોકલી હતી. તેમ છતાં આરોપીએ કઇ જવાબ આપ્યો ન હતો. જેથી ફરિયાદીએ અદાલતમાં આરોપી સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપી હાજર થયેલ અને કેસ ચાલ્યા બાદ કેસ દલીલ ઉપર આવતાં આરોપી પક્ષે રજૂઆતો ફરિયાદીએ વ્યાજે રકમ આપેલ હતી. તેવો ખોટો કેસ કર્યો હતો. અદાલતે તમામ રેકર્ડ-પુરાવા અને દલીલો ધ્યાને લઇ ફરિયાદીપક્ષનો કેસ સાબિત માની આરોપી વિજય અમૃતલાલ કાપડીને 6 માસની સજાનો હુકમ કર્યો હતો. તથા ફરિયાદીએ રૂા. 1,50,000 વળતર ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.