નર્મદામાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી પગારથી વંચિત; સંસ્થા પાસે લાઈટ બિલ ચૂકવવાના પણ રૂપિયા નથી | Employees of Sakhi One Stop Center in Narmada deprived of salary for last 6 months; The organization does not even have money to pay the light bill | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Employees Of Sakhi One Stop Center In Narmada Deprived Of Salary For Last 6 Months; The Organization Does Not Even Have Money To Pay The Light Bill

નર્મદા (રાજપીપળા)20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત રાજપીપળા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં કામગીરી કરી રહેલા કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર નથી મળી રહ્યો. નર્મદા જિલ્લામાં હિંસાથી પીડિત મહિલાઓની સમસ્યાના સમાધાન માટે તથા કાયદાકીય, તબીબી સહાય સહિત અનેક પ્રકારની કામગીરી કરતા આ સંસ્થાના કર્મચારીઓ છ-છ મહિનાથી પગારથી વંચિત છે. છતાં આટલા મહિના થવા છતાં કોઈ અધિકારીના પેટનું પાણી કેમ હલતું નથી? સવાલો ઊભા થાય છે કે કેમ આટલા મહિનાઓનો પગાર બાકી રહ્યો છે? આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે રૂપિયાના અભાવે સંસ્થાનું લાઈટ બીલ અને ટેલિફોન બીલ પણ લાંબા સમયથી બાકી હોવાથી કનેક્શન કપાય તેવી સ્થિતિ આવી હતી પરંતુ હાલમાં વિનંતી કરવામાં આવી છે અને કનેક્શન કપાયું નથી.

આ મુદ્દે સંસ્થાના વડા જીતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, ગ્રાન્ટની તકલીફ છે. અગાઉના અધિકારી વખતે ગ્રાન્ટના હેડની બદલી થતાં આ બધું યોગ્ય કરવામાં સમય પસાર થઈ ગયો છે. પરંતુ હાલમાં બધું રેગ્યુલર થતા ગ્રાન્ટ માટે અમે આગળ દરખાસ્ત કરી છે. ટુંક સમયમાં પગાર થઈ જશે. લાઈટ અને ટેલિફોન બીલ પણ બાકી છે પરંતુ અમે કચેરીમાં વિનંતી કરતા કનેક્શન કટ થયા નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم