Thursday, March 23, 2023

ટેકસીમાં રાજકોટથી મોરબી જતા પેસેન્જરનો કિંમતી સમાન ત્રિપુટી ચોરી લેતી, 6 તસ્કરીનો ભેદ ખુલ્યો | Jabbe, the trio who stole valuables from taxi passengers in Rajkot, 6 traffickers busted | Times Of Ahmedabad

રાજકોટ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ચોર ત્રિપુટી - Divya Bhaskar

ચોર ત્રિપુટી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા કેટલાક દિવસથી મોબાઇલ ચોરો, ઘરફોડ ચોરી કરતી ગેંગ, જુગારીયાઓ અને દારૂની હેરાફેરી કરતા લોકો પર સપાટો બોલાવ્યો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘરફોડ ચોરી,વાહન મોબાઈલ ચોરી તથા પાકીટ ચોરીના બનાવો તેમજ અનડિટેક્ટેડ ગુનાઓ અટકાવવા માટે સક્રિય થઈ છે. ત્યારે ફરી એક વાર ક્રાઇમ બ્રાન્ચે ચોર ગેંગને ઝડપી પાડી છે.

ક્રાઇમ બ્રાન્ચે ચોર ગેંગને ઝડપી પાડી

ક્રાઇમ બ્રાન્ચે ચોર ગેંગને ઝડપી પાડી

બે લોકો પહેલેથી જ સવાર હતા
આ ગેંગ મોરબી રોડ પર ટેક્સી ચલાવતી હતી.મુસાફરોને બેસાડી તેઓના પાકીટ સેરવી લેતી હતી.આ ગેંગની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો મોરબી રોડ પર આ ગેંગ ઇકો-ટેક્સી ચલાવી મોરબી જતા મુસાફરોને બેસાડતા હતા. ઇકોમાં ડ્રાઇવર અને અન્ય બે લોકો પહેલેથી જ મુસાફર તરીકે સવાર હોય છે.શિકારને રસ્તામાંથી બેસાડે છે ત્યારબાદ આ ગેંગનો એક શખ્સ આ મુસાફરને વાતોએ ચડાવે છે અને બીજો મુસાફરનું ધ્યાન ન હોય તે રીતે તેના ખિસ્સામાંથી પાકીટ સેરવી લે છે.આ રીતે અનેક લોકોને આ ગેંગએ શિકાર બનાવ્યા હતા.વધુ લોકોને શિકાર બનાવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને ઝડપી પાડી છે.

ઇકો-ટેક્સી ચલાવી મોરબી જતા મુસાફરોને બેસાડતા હતા

ઇકો-ટેક્સી ચલાવી મોરબી જતા મુસાફરોને બેસાડતા હતા

6 ચોરીનો પણ ભેદ ઉકેલાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી મળી હતી અને આ ગેંગને ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પર ગવરીદળ ગામ પાસેથી ઝડપી પાડી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના 3 આરોપીઓ સુરેશ ડાભી,દિનેશ ડાભી અને કિશન વાજાને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી ત્યારે આ ગેંગએ આ રીતે કરેલી અલગ અલગ 6 ચોરીની કબૂલાત આપી હતી. જેમાં આ આરોપીઓએ 1500, 2000, 3000, 5000, 3500 અને 6000 જેટલી રકમ પાકીટ ચોરીમાંથી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.