નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

સાગબારાના એક ગામની 6 વર્ષની નાની બાળકીને મોબાઈલમાં પિક્ચર બતાવવાની લાલચે 24 વર્ષના પરણીત યુવાને હવસનો શિકાર બનાવી હતી. નરાધમે બાળકીને શારીરિક અડપલાં પણ કર્યા હતા. જોકે બાળકીની માતાએ આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધી કોર્ટમાં ચાર્જશીટ કરતા એડીશનલ સેસન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ નરાધમ યુવાનને કસુરવાર ઠેરવી 20 વર્ષની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 19 ઓગસ્ટ 2019ના રોજ માતા પિતા બાળકીને સવારે સ્કૂલે મૂકીને ખેતરે મજૂરી કામે ગયા હતા. માતા પિતાએ સ્કૂલેથી સીધા ઘરે આવીને રમજો તેમ પણ બાળકીને સૂચના આપી હતી. આ સમયે સાગબારાના નાલ ગામનો પરણીત યુવાન અક્ષય વસાવા ત્યાં આવી આ સગીરાને મોબાઈલમાં પિક્ચર બતાવવા અને મેજિકબોલ રમવા આપીશ કહી નજીકમાં ઘરમાં લઈ ગયો. માસુમ બાળકી તેની સાથે જતી પણ રહી અને આ નરાધમે આ નાની દીકરી સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ કર્યું. દીકરી બૂમ પાડતી રહીને આજુબાજુના લોકો ત્યાં આવી ગયા ત્યારે અક્ષય ત્યાંથી ભાગી ગયો હતો.
ખેતમજૂરી કરી ઘરે આવેલ માતાને આ વિશે જાણ થઈ. જેથી સાગબારા પોલીસમાં અક્ષય વસાવા વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી હતી. કોર્ટમાં ચાર્જશીટ કરતાં ગત રોજ રાજપીપળા એડિશનલ સેસન્સ જજ એન.એસ. સિદ્દીકી સાહેબની કોર્ટમાં કેસ ચાલતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે અક્ષયને 20 વર્ષની કેદ અને 25 હજારના દંડની સજા ફટકારી છે.