ભાવનગર42 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભાવનગર શહેરમાં 7 દિવસના વિરામ બાદ સીઝનલ ફલૂ H3N2 નો કેસ નોંધવા પામ્યો છે. જેમાં એક મહિલાનો કેસ નોંધાયો છે, સાથે શહેરમાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા હતા,જેમાં 2 મહિલા અને 1 પુરુષનો કોરોનાનો કેસ નોંધાયો છે,જ્યારે સીઝનલ ફલૂ H3N2નો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.
લીલા સર્કલ વિસ્તારમાં સીઝનલ ફલૂનો કેસ નોંધાયો
ભાવનગર આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં 7 દિવસના વિરામ બાદ શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધ મહિલાનો સીઝનલ ફલૂ H3N2નો કેસ નોંધાયો છે, હાલ 3 એક્ટિવ કેસો છે જેમાંથી 2 હોમ આઈસોલેશન અને 1 પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, આમ, ભાવનગરમાં સીઝનલ ફલૂ H3N2ના ટોટલ 7 કેસ નોંધાયા છે,
શહેરમાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા
જ્યારે શહેરમાં કોરોનાના એક સાથે 3 નવા કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 1 પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે શહેર ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય મહિલા, ફૂલવાડી ચોક વિસ્તારમાં રહેતા 43 વર્ષીય મહિલા તથા પાનવાડી વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આમ ભાવનગરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 19 પર પહોંચી છે, આમ, ભાવનગર કોરોના અને સીઝનલ ફલૂ H3N2ના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.