સુરતથી દુબઈ દિરામ મોકલવાના નામે સોફ્ટવેર કંપનીના માલિક સાથે 60 લાખની ઠગાઈ, દુબઈમાં મનિ ટ્રાન્સફર કરનાર યુવકે ફોન બંધ કરી દીધો | 60 lakh fraud with software company owner in the name of sending dirhams from Surat to Dubai, young man who transferred money to Dubai hung up | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 60 Lakh Fraud With Software Company Owner In The Name Of Sending Dirhams From Surat To Dubai, Young Man Who Transferred Money To Dubai Hung Up

સુરત13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar

સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.

સુરતમાં એક સોફ્ટવેર કંપનીના માલિક સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. મનિ ટ્રાન્સફરનું કામ કરતા યુવકના ખાતામાં 60 લાખ રૂપિયા આવી ગયા બાદ દુબઈ દિરામ મોકલવાના બદલે ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સોફ્ટવેર કંપનીના માલિકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

દુબઈમાં ઓફિસ ચાલુ કરતા દિરામની જરૂર હતી
કાપોદ્રા વિસ્તારમાં રહેતા કેયુરકુમાર રમેશભાઇ બુસા (ઉ.વ.23) સરથાણા જકાતનાકા ખાતે ટીમ આઇટેક પ્રાઇવેટ લિમિટેડ નામથી સોફ્ટવેર ડેવલોપીંગનું કામ કરે છે. કંપનીની દુબઇ ખાતે મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી LLC નામની કંપની સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. જ્યાં કેયુરના ભાગીદાર અભીષેક પાનસેરીયા છે જે દુબઇમાં આવેલ કંપનીનું હેન્ડલીંગ કરે છે. આ દુબઇમાં આવેલ કંપની એક મહિના પહેલા ચાલુ કરેલ હોય તે કંપનીમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે દુબઇ ખાતે રૂપિયાને દિરામમાં ટ્રાન્સફર કરી મોકલવાના હતા.

દુબઈ ખાતે દિરામ ટ્રાન્સફર કરી દેવાનું જણાવ્યું હતું
કેયુરના મિત્ર પ્રેમ સિંગે દુબઈમાં રહેતા ઇરફાન ગુલાબ બાસા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. ત્યારબાદ ઇરફાન બાસા સાથે સંપર્ક કરી દુબઇ ખાતે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરતા ઈરફાને જણાવ્યું હતું કે, હું મની ટ્રાન્સફરનું જ કામ કરૂ છું. તમે મને મારા બેંક એકાઉન્ટમાં રૂપિયા મોકલી આપજો. હું તમારા રૂપિયા દુબઇ ખાતે દિરામમાં ટ્રાન્સફર કરી દઇશ.

પહેલા વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરી
કેયુરે ઈરફાનને પહેલા 7.50 લાખ, પછી 15 લાખ રૂપિયા દુબઈ ખાતે દિરામમાં ટ્રાન્સફર કરી આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ પાંચ ટ્રાન્ઝેક્શન કરી કુલ 60 લાખ રૂપિયા ઈરફાનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ રૂપિયા દિરામમાં ટ્રાન્સફર કરી મોકલ્યા ન હતા. ત્યારબાદ ઈરફાનનો ફોન બંધ થઇ ગયો હતો. કેયુરને છેતરપિંડી થઈ હોવાનું જણાતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم