બનાસકાંઠા (પાલનપુર)9 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ તા. અમીરગઢ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી દ્વારા દિપપ્રાગટ્ય તથા ધન્વતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુકવામા આવ્યો હતો. મેળામાં અન્ય મહાનુભાવો અમીરગઢ મામલતદાર રાવલ,અમીરગઢ સરકારી કોલેજ આચાર્ય ર્ડા.સોનારા, સરપંચ સંગીતાબેન શર્મા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા.જે.એન.મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામા આવ્યું હતું. સમગ્ર મેળાનુ સંચાલન તાલુકા નોડલ ઓફિસર ર્ડા.અલ્પેશ જોષી તથા તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું. મેળા દરમ્યાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના લાભાર્થી 185 હોમિયોપેથી નિદાન સરવારના લાભાર્થી, 95 યોગ નિદર્શન કેમ્પના લાભાર્થી, 737 અગ્નિકર્મના લાભાર્થી 22, આયુષ પ્રદર્શનીના લાભાર્થી 3811, પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી 43, ઉકાળા લાભાર્થી 615, તથા અન્ય લાભાર્થી મળી 1009 એમ કુલ 6000 થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ લીધો હતો.