સુરતના કાપોદ્રાના 61 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ ગુમ થયાના ત્રીજા દિવસે તાપીમાંથી મળ્યો | Body of 61-year-old man from Surat's Kapodra found in Tapi on third day after going missing | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
કાપોદ્રા બ્રિજ પાસેથી તાપી નદીમાંથી ત્રણ દિવસથી ગુમ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો - Divya Bhaskar

કાપોદ્રા બ્રિજ પાસેથી તાપી નદીમાંથી ત્રણ દિવસથી ગુમ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

સુરતના ઉત્રાણ તાપી નદીના કિનારે એક વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગે કરતા ફાયરની ઘટના ઘટના સ્થળે પહોચી લાશને તાપી નદીમાંથી બહાર કાઢી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોપ્યો હતો. કાપોદ્રા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક વૃદ્ધ ગત ૨૩ તારીખથી ઘરેથી ગુમ હતા અને ૩ દિવસ બાદ તેઓની લાશ તાપી નદીમાંથી મળી આવતા પરિવાર શોકમાં અને આશ્ચર્યમાં મુકાયું છે.

કાપોદ્રા માંથી તાપી નદી માંથી લાશ મળી આવી હતી.

સુરતના કાપોદ્રા ઉત્રાણ બ્રીજ નીચે તાપી નદીમાંથી એક પુરુષની લાશ મળી આવી હતી. તાપી નદીમાં કોઈ વ્યક્તિ તણાતો હોવાનું સ્થાનિકોને જણાતા આ અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી. જેને લઇ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચીને અજાણી વ્યક્તિના મૃતદેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.ત્યારે લાશ મળી આવતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે ફાયર વિભાગે લાશને તાપી નદીમાંથી બહાર કાઢી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોપ્યો હતો.

પોલીસે ઓળખ દિશામાં તપાસ હાથ ધરી હતી

પોલીસે તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ અંગે મરનાર વ્યક્તિની ઓળખની દિશામાં તપાસ શરૂ કરી હતી. અને અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મરનાર ત્રણ દિવસ પહેલા ઘરેથી ચાલ્યા ગયા હતા

કાપોદ્રા પોલીસની તપાસમાં મૃતકનું 61 વર્ષીય જીતુભાઈ વાઘજીભાઈ કાછડ હોવાનું જાણવા મળ્યું હતું.તે કાપોદ્રા સહજાનંદ સોસાયટી પાસે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. કાપોદ્રા પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે મૃતક ગત ૨૩ માર્ચથી ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વિના ક્યાંય ચાલી ગયા હતા. પરિવારના સભ્યો વૃદ્ધને બે દિવસથી શોધી રહ્યા હતા.દરમ્યાન બે દિવસ બાદ તેઓની લાશ ઉત્રાણ બ્રીજ તાપી નદીના કિનારેથી મળી આવી હતી. અચાનક ઘરના મોભીની તાપી નદી માંથી લાશ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું અને આશ્ચર્યમાં પણ મુકાયું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم