નવસારીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ, આજે એક પણ કેસ ન નોંધાતા રાહત, આરોગ્ય અધિકારીએ કહ્યું- જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી | 7 active cases of corona in Navsari, relief as no case was reported today, health official said - mask must be worn in public places | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 7 Active Cases Of Corona In Navsari, Relief As No Case Was Reported Today, Health Official Said Mask Must Be Worn In Public Places

નવસારી2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં તબક્કાવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હતો. જેને પગલે આરોગ્યતંત્ર સક્રિય બન્યું છે. લોકોને ભીડભાળા વાળા જગ્યાએથી દૂર રહેવા તથા માસ્ક પહેરવા સાથે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગનો અમલ કરવાની અપીલ કરી છે.

નવસારી જિલ્લામાં કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ તો હાલમાં 7 જેટલા એક્ટિવ કેસ છે જેમાં અત્યાર સુધી તમામ દર્દીઓ હોમ આઇસોલેશન જ સારવાર મેળવી રહ્યા છે. આજે 2 દર્દીઓ સાજા થતાં એક્ટિવ કેસનો આંક 7 પર પહોંચ્યો છે. જોકે, આજે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય વિભાગ આ તમામ વધતા કેસ ઉપર સતત મોનીટરીંગ કરી રહ્યું છે. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ છે જોકે, હાલ ઠંડી અને ગરમી એમ બેવડું વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. શરદી, ખાંસી સહિત વાઇરલ ફીવરના કેસમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. તેવામાં કોરોના કેસ પણ ધીમી ગતિએ વધી રહ્યા છે. જો તકેદારી લેવાઈ તો કેસનો વધતો આંક રોકી શકાય તેમ છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યાં મુજબ શરદી ખાંસી જણાય તો દર્દીઓએ તાત્કાલિક RT-PCR ટેસ્ટ કરાવવો હિતાવહ રહેશે સાથે જ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જોઈએ અને સેનીટાઇઝરનો ઉપયોગ હવે વધારવો પડશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم