નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
નવસારી જિલ્લાના પાડોશી જિલ્લા સુરતમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. તેની સાથે નવસારી જિલ્લામાં પણ કોરોના કેસ એકલદોકલ સંખ્યામાં વધી રહ્યા છે. આજે પણ જિલ્લામાં 2 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 7 પર પહોંચી છે.
વાંસદા અને જલાલપોરના તાલુકામાં 1 -1 કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા 500 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 2 પોઝિટિવ દર્દી નોંધાયા છે. કોરોના સમયમાં RT-PCR ટેસ્ટની સંખ્યા પ્રતિદિન હજાર પર પહોંચી હતી. ત્યારે હાલમાં કેસની સંખ્યા ધીરે ધીરે વધતા 200થી લઈને 300 જેટલા ટેસ્ટ પ્રતિદિન કરવામાં આવી રહ્યા છે. જો ટેસ્ટની સંખ્યા વધારવામાં આવે તો કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી શકે છે.
હાલમાં નવસારી જિલ્લામાં બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઠંડી અને ગરમીનું મિશ્રણ થતા શરદી ખાંસી સહિત વાયરલ ફીવર જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ આંકડા પરથી તારણ કાઢી શકાય છે.