Thursday, March 23, 2023

મોરબીમાં બે ચોરાઉ કાર સાથે એક ઇસમ ઝડપાયો; ગાડી ભાડે રાખી ડ્રાઈવર ચા-નાસ્તો કરવા જાય ત્યારે કાર ચોરીને ભાગી જતા | Isam caught with two stolen cars in Morbi; The hired car driver would steal the car and run away when he went to have tea and breakfast | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Isam Caught With Two Stolen Cars In Morbi; The Hired Car Driver Would Steal The Car And Run Away When He Went To Have Tea And Breakfast

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરમાંથી ચોરી થયેલી કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે બે ચોરાઉ કાર સહિત 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હુન્ડાઈ કંપનીની નંબર પ્લેટ વગરની ઓરા કાર સાથે વિજયગીરી દોલતગીરી ગોસાઈ નામનો ઇસમ લઈને નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે ખાનપર રોડ પર વોચ ગોઠવી હતી. કાર પસાર થતા કાર સાથે ઝડપી લઈને આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોકેટ કોપ એપ્લિકેશન મારફત ખરાઈ કરતા કાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું. વધુ પૂછપરછ કરતા આરોપીએ પોતે સાથીદાર આનંદ ઠક્કર સાથે મળીને કાર મોરબી બાયપાસરોડ પર શેરે પંજાબ હોટેલે ડ્રાઈવરને જમવાના બહાને કારમાંથી ઉતારી કાર ચોરી કરી ભાગી ગયાની કબુલાત આપી હતી.

તે ઉપરાંત રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી હુન્ડાઈ કંપનીની ઓરા કાર ભાડે લઇ જવાનું કહીને અઢી ત્રણ મહિના પહેલા ગાડી લઇ ધૂળકોટ ખાતે વેચવા અથવા ગીરવે મુકવાના ઈરાદે સંતાડી રાખી હતી. જે કાર રીકવર કરવામાં પોલીસની ટીમને સફળતા મળી છે. જેથી એલસીબી ટીમે આરોપી ધવલગીરી ગોસાઈ (ઉ.વ.21) રહે પરા પીપળીયા એકતા સોસાયટી જામનગર રોડ રાજકોટ વાળાને ઝડપી લીધો છે. તો અન્ય આરોપી આનંદ ઠક્કર રહે બેડી ચોકડી રાજકોટ વાળાનું નામ ખુલ્યું છે.

ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે ઓરા નંબર પ્લેટ વગરની કાર કિંમત રૂ. 4 લાખ અને હુન્ડાઈ કંપનીની ઓરા કાર કિંમત રૂ. 4 લાખ અને મોબાઈલ કિંમત રૂ. 5000 મળીને કુલ રૂ. 8,05,000નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાર ચોરીને કેવી રીતે અંજામ આપતા? ઝડપાયેલા આરોપી ધવલગીરી ગોસાઈ તેના સાથીદાર આનંદ સાથે મળીને ડ્રાઈવિંગના ધંધા સાથે સંકળાયેલો હતો. ફોર વ્હીલ ગાડી ભાડે કરીને રસ્તામાં ડ્રાઈવર ગાડી રેઢી મૂકી ચા-પાણી કે નાસ્તો કરવા જાય ત્યારે આરોપીઓ ગાડી ચોરી કરી ભાગી જતા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: