બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા દાંતા ખાતે આયોજન; 7000 લાભાર્થીઓએ આરોગ્ય સુવિધાનો લાભ લીધો | Organized at Danta by Banaskantha District Ayurveda Branch Palanpur; 7000 beneficiaries availed the health facility | Times Of Ahmedabad

અંબાજી3 કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા અંબે માતા મંદિર, આઝાદ ચોક દાંતા ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતાના પ્રાંત અધિકારી સિદ્ધીબેન વર્માએ દીપ પ્રાગટ્ય કરી ધન્વંતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુક્યો હતો. જેમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.

મેળા દરમિયાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના 188 લાભાર્થી, હોમિયોપેથી નિદાન સારવારના 152 લાભાર્થી, યોગ નિદર્શન કેમ્પના 803 લાભાર્થી, અગ્નિકર્મના 21 લાભાર્થી, આયુષ પ્રદશનીના 4120 લાભાર્થી, પ્રકૃતિ પરીક્ષણના 35 લાભાર્થ, ઉકાળાના 775 લાભાર્થી તથા અન્ય લાભાર્થી 1006 એમ કુલ 7000થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. જે.એન. મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર મેળાનું સંચાલન તાલુકા નોડલ ઓફિસર ડૉ. જયંતી પ્રજાપતી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાંતા મામલતદાર હર્ષાબેન રાવળ, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, દાંતાના સરપંચ હરપાલસિંહ રાણા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم