નાવરા ગામે આવેલા હનુમાન મંદિરના પૂજારીને 75 લાખની ખંડણી માંગી; ફરિયાદીએ અમદાવાની ગેંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી | A ransom of 75 lakhs was demanded from the priest of the Hanuman temple in Navara village; The complainant filed a police complaint against the Amdawani gang | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Ransom Of 75 Lakhs Was Demanded From The Priest Of The Hanuman Temple In Navara Village; The Complainant Filed A Police Complaint Against The Amdawani Gang

નર્મદા (રાજપીપળા)34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવરા ગામે આવેલા હનુમાન મંદિરના પૂજારી તરીકે સેવા કામગીરી કરતા 24 વર્ષીય યુવાન રવિન્દ્ર ઉર્ફે રમેશ પટેલે આમલેથા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ કે તેઓ નાવરા ખાતેના અંબામાતા હનુમાનદાદા અને બહુચર માતાના મંદિરના મઢમાં પુજારી તરીકે સેવા કરી મંદીરના ઉપરના માળે પત્ની જોશનાબેન તથા સંતાનો સાથે રહે છે. આ મંદિરમાં ભક્તો દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના, બાધા પૂર્ણ થયાથી મંદિરના ઓટલે પોતાની ઈચ્છા મુજબ દાન આપે છે.

આ મંદિરે અગાઉ રાજપીપળા ખાતે રહેતા નરેશ ગંગવાણી તથા તેનો ભાઈ પવન ગંગવાણી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. જેથી પૂજારી રવિન્દ્ર સાથે તેમને પરિચય થયેલો પછી તેમની સાથે નરેશભાઇ તેમની પત્ની રોશનીબેન ઉર્ફે હેમાબેનને પણ મંદિરે લઇ આવતા નરેશભાઈ અને રોશનીબેન સાથે પણ પરિચય થયો હતો. પછી બહુ સમય બાદ આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ તમામ અમદાવાદ ખાતે રહેવા જતા રહ્યા છે. ક્યારેક ક્યારેક તેઓ અમદાવાદથી નાવરા મંદિરે દર્શનાર્થે આવતા હતા અને કયારેક મંદિરે સેવા માટે રોકાતા હતા.

ગત 28 નેવેમ્બર 2022ના રોજ પવનભાઈ મંદિરમાં સેવામાં અવેલા એમણે પૂજારીને જણાવેલ કે, મારા ભાભી રોશનીબેન માટે લગ્ન જીવન ટકતુ ન હોવાથી તે સંદર્ભમાં આપની સાથે રોશનીબેન વાત કરવા માંગે છે. તો તમારો નંબર આપો કહી ફોન નંબર લઇ ગયા હતા અને રોશનીબેન ફોન પર ભક્તિની વાત કરતા મેસેજ કરતા અને બાદમાં ધીરે ધરે કાવતરા રૂપે લોભામણી વાતો કરતા. એક દિવસે રોશનીબેને હું તમારા પ્રેમમાં છું કહી વીડિયો કોલ કરીને પૂજારી સાથે ખરાબ અને ગંદી વાતો કરી મળવા માટે દબાણો કર્યા, પરંતુ પુજારી ક્યારેય રોશનીબેનને એકાંતમાં મળ્યાં ન હતા.

ગત 28 ફેબ્રુઆરી 2023ના રોજ પવન નામનો વ્યક્તિ રાજપીપળા આવેલો ત્યારે પુજારીના જુના સેવક રાજપીપળામાં રહેતા વિકેશ પટેલને મળેલો અને જણાવેલ કે, મારી પાસે રમેશભાઈ ભુવાના રોશની સાથે વીડિયો કોલમાં, વોટ્સએપ મેસેજમાં તેમજ ફોન દ્વારા અશ્લીલ વાતો કરેલા હોય તેવા વીડિયો અને ઓડિયો છે. ત્યારબાદ વારંવાર અલગ અલગ નંબર પરથી પૂજારીને દબાણ કરવામાં આવતા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 75 લાખ રૂપિયાની માગ કરી પૂજારીને ફસાવવાની બનતી તમામ કોશિશ કરી. જેથી પૂજારી રવિન્દ્ર ઉર્ફે રમેશ પટેલે આમલેથા પોલીસ સ્ટેશનમાં જરૂરી પૂરાવા સાથે કુલ 4 શખ્શો સામે ફરિયાદ નોધાવી.

આમલેથા પોલીસે અમદાવાદના નરોડા નંદીગ્રામ વિસ્તારમાં રહેતા (1) નરેશ ગંગવાણી (2) પવન ગંગવાણી(3) રોશની ઉર્ફે હેમા ગંગવાણી અને (4) રમેશચંદ્ર ગંગવાણી આ ચાર સામે હાનિટ્રેપનો ગુનો નોંધતા ગેંગ ફાફળી ઉઠી. આમલેથા પોલીસ ધરપકડ કરે એ પહેલા રાજપીપળા ડીસ્ટ્રીક કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલની દલીલને ધ્યાનમાં રાખી નર્મદા ડીસ્ટ્રીક જજ એન આર.જોષીએ આ અરજી નામંજૂર કરતા હનીટ્રેપ કરનાર ગેંગ પર કાનૂની સકંજો વધતો જાય છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم