ગાંધીનગરના પુન્દ્રાસણ ગામની સીમમાં ચાલતાં જુગાર ધામ પર દરોડા, 8 શખ્સોની 23 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ | Raids on gambling dens on the outskirts of Pundrasan village in Gandhinagar, 8 persons arrested with 23 thousand worth of valuables | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામની સીમમાં ચાલતાં જુગાર ધામ ઉપર લોકલ ક્રાઇમ બ્રાંચે ત્રાટકીને આઠ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી મોબાઇલ ફોન, રોકડ રકમ મળીને કુલ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદમાં આવેલ પુન્દ્રાસણ ગામની સીમમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી મળતાં લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દીવાનસિંહ વાળાની ટીમના પીએસઆઇ વી કે રાઠોડે સ્ટાફના માણસો સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને જોઇને કુંડાળું વળીને જુગાર રમતાં ઈસમોમાં નાસભાગ મચી ગઈ હતી.

જો કે એલસીબીની ટીમે ચારે તરફથી કોર્ડન કરીને આઠ જુગારીઓને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પૂછતાંછમાં તેઓના નામ રમેશજી રામાજી ઠાકોર કાળાજી ધુળાજી ઠાકોર, નટવરજી પસાજી ઠાકોર, બળદેવજી પ્રહલાદજી ઠાકોર, પ્રવિણજી બળદેવ ઠાકોર,અમરતજી બાબુજી ઠાકોર, શકરા પુંજાજી ઠાકોર તેમજ ગોપાલજી વિષ્ણુજી ઠાકોર (તમામ રહે. પુન્દ્રાસણ) હોવાનું ખુલવા પામ્યું હતું.

બાદમાં પોલીસે તમામ આરોપીની અંગ ઝડતી તેમજ દાવ પરથી 11 હજારથી વધુ રોકડ, પાંચ મોબાઇલ ફોન, જુગાર રમવાનું સાહિત્ય મળીને કુલ રૂ. 23 હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم