બોટાદ શહેરના વોર્ડ નંબર 8માં રોડ, પાણી અને સ્ટ્રીટ લાઈટની અસુવિધાઓથી સ્થાનિકોને હાલાકી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું | In Ward No. 8 of Botad city, the inconvenience of roads, water and street lights has affected the locals, sent a complaint to the Collector. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In Ward No. 8 Of Botad City, The Inconvenience Of Roads, Water And Street Lights Has Affected The Locals, Sent A Complaint To The Collector.

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા માધવ દર્શન-બી સોસાયટીના રહીશો પ્રાથમિક સમસ્યાને લઈ પરેશાન બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. માંગણી પૂર્ણ ન થાય તો આગામી દિવસોમાં ઉપવાસ પર ઉતરવાની રહીશો દ્વારા આપવામાં ચીમકી હતી.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી તમામ સુવિધાઓ મળી રહે તે પ્રમાણેના દાવાઓ અને વાયદાઓ કરતા હોય છે. ત્યારે આ વાયદા કેટલા સાચા અને કેટલાં પોકળ તે અહીં સાબિત થતાં જોવા મળે છે. બોટાદ શહેરની નગરપાલિકાની હદમાં વિસ્તારમાં આવતા માધવ દર્શન-બી માં લોકો પ્રાથમિક સુવિધાને લઇ અને વલખાં મારી રહ્યા છે. જે બાબતે અનેક રજૂઆતો કરવા છતાં ​​​​​​​તેમના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.

બોટાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-8 માં આવેલા માધવ દર્શન-બી સોસાયટી કે જ્યાં છેલ્લા એક વર્ષથી આ વિસ્તારના લોકો દ્વારા પાણીની સમસ્યા, સ્ટ્રીટ લાઇટની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા જે બાબતની હાલાકીને લઇ સ્થાનિક રહીશોના કહ્યા મુજબ બોટાદ નગરપાલિકામાં 10થી 15 વખત રજૂઆત કરેલા તેમ છતાં આજદિન સુધી સમસ્યાનો નિકાલ કે નિરાકરણ આવેલ નથી. જે બાબતને લઈ આજે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને આગેવાનો દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાના વિસ્તારની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવેલા પ્રાથમિક સમસ્યાનું સમાધાન થાય અને પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા માધવ દર્શન-બી માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાના અભાવને લઈ નગરપાલિકા સહિત ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનોને પણ રજૂઆત કરવા છતાં રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળવાના કારણે સતત હાલાકીનો સામનો કરતાં રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર બાદ જો સમસ્યાનો નિરાકરણ અથવા તો સમસ્યા હલ ન થાય તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની પણ રહીશો દ્વારા ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم