No results found

    બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધુ ચાર કેસ નોંધાતા એક્ટિવ કેસ 8 થયા | Increase in corona cases in Banaskantha district, active cases became 8 with four more cases reported today | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ત્યારે આજે વધુ 4 કેસ નોંધાયા છે. RTPCR 1234 અને એન્ટિજન 14 ટેસ્ટ કરતા 4 કોરોના પોઝિટિવ કેસ જિલ્લામાં નોંધાયા છે. જિલ્લામાં કુલ આઠ એક્ટિવ કેસ થયા છે, ડીસામાં ત્રણ, વડગામમાં ચાર અને દાંતીવાડામાં એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

    ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ડીસા, વડગામ અને દાંતીવાડા પણ કોરોનાના કેસ નોંધાયા છે. ડીસામાં ત્રણ અને વડગામમાં ચાર અને દાંતીવાડામાં એક કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યામાં આઠ પર પહોંચતા જિલ્લામાં ફરી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વડગામ ત્રણ અને દાંતીવાડામાં એક લોકો કોરોનાની ઝપેટમાં આવી જતા તેમને હોમ આઈસોલેટ કરાવવામાં આવ્યાં છે. એક જ અઠવાડિયામાં ડીસામાં કોરોનાના ત્રણ અને વડગામમાં ચાર અને દાંતીવાડામાં એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારે દીધી છે રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال