ભરૂચના ચાવજ ગામની સીમમાં કરજણ નદીની કેનાલ પાસે ધમધમતું કૌભાંડ ઝડપાયું, સાડા સાથ લાખનો મુદ્દામાલ કબજે કરાયો | A scam was caught near the canal of the Karajan river near Chavaj village in Bharuch, goods worth one and a half lakhs were seized. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Scam Was Caught Near The Canal Of The Karajan River Near Chavaj Village In Bharuch, Goods Worth One And A Half Lakhs Were Seized.

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે ચાર શખ્સોને દબોચ્યા, એક ફરાર

ભરૂચ તાલુકાના ચાવજ ગામની સીમમાં આવેલ કરજણ નદીની કેનાલ પાસે પડતર જગ્યામાં ઝુપડામાં ચાલી રહેલ ગેસ રીફીલીંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સી ડીવીઝન પોલીસે દરોડા પાડી 7 લાખ 54 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ચાવજ ગામમાં ચાલી રહેલ શ્રી મદ્દ ભાગવત સપ્તાહના કાર્યક્રમના બંદોબસ્તમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચાવજ ગામની સીમમાં આવેલ કરજણ નદીની કેનાલ પાસે પડતર જગ્યામાં ઝુપડામાં ગેસ રીફીલીંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળતા જ સી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગેસ રીફીલીંગ કરતા મૂળ રાજસ્થાનના અને હાલ ચાવજના અનુજ એપાર્ટમેન્ટમાં રહેતો લાલચંદ મોહનરામ બિસ્નોઈ,સમુન્દર હરીરામ પુનિયા,મહિપાલ કીશનરામ ગોધારા અને સુનીલ માંગીલાલ સિયાકને ઝડપી પાડ્યો હતો. જયારે પોલીસે મુખ્ય સુત્રધાર સુભાષ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કરી 95 નંગ ગેસના સીલીન્ડર અને એક પીકઅપ ગાડી તેમજ ચાર ફોન રીફીલીંગ પાઈપ,વિવિધ ગેસ કંપનીના સીલ મળી કુલ 7.54 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સુત્રધાર ગેસના સીલીન્ડર સુભાષ બિસ્નોઈ બહારથી લાવી તેના કામદરોને આપી તેઓ સીલ તોડી અન્ય સીલીન્ડરમાં ગેસ રીફીલીંગ કરતા હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…