વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના બે જૂથ સામ-સામે બાખડ્યા, 8 સામે ફરિયાદ દાખલ | Two groups of students of Vadodara's MS University clashed, complaint filed against 8 | Times Of Ahmedabad

વડોદરા17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સયાજીગંજ પોલીસ સ્ટેશન. - Divya Bhaskar

સયાજીગંજ પોલીસ સ્ટેશન.

એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે વોટ્સએપ ગ્રૃપમાંથી રિમૂવ કરવા બાબતે થયેલ મારામારીમાં મામલે વિદ્યાર્થીઓ સહિત કુલ 8 સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

સમાધાન બાદ ફરી બબાલ થઇ
વડોદરાના ફતેગંજ વિસ્તારની તુલસી હોટલથી થોડે દૂર ગત રાત્રે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને તેમના મિત્રોના જૂથ સામ-સામે આવી ગયા હતા. જેમાં બંને જૂથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં M.Sc કરી રહેલા સત્યજીતસીંગ ગજેન્દ્રસીંગ ગોહીલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ મહિના પહેલા કોલેજના વોટ્સએપ ગ્રૃપમાંથી મારા મિત્ર મનિષ તોમરે એન.વી.હોલમાં રહેતા રવિશંકર કુમાર ઉર્ફે સમરેશને કોઇ કારણસર ગ્રૃપમાંથી રીમુવ કરી દીધો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. પરંતુ તે વખતે બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું. પરંતુ ગત 24 માર્ચે સવારે ફરીથી રવિશંકરે મારા બીજા મિત્ર શિવમ ચૌધરીને ગ્રપમાંથી રીમુવ કરતા શિવમ ચૌધરી તથા રવિશંકર વચ્ચે વોટ્સએપ ગ્રૃપમાં બોલાચાલી થતાં સમાધાન માટે રાત્રે 10 વાગ્યે એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેઇન ગેટ પાસે ભેગા થયા હતા.

સળિયાથી હુમલો
જેથી બંને જૂથ તેમના મિત્રો સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે બોલાચાલી થતાં મારામારી શરુ થઇ હતી. જેમાં રવિશંકર કુમાર ઉર્ફે સમરેશ, આકાશ જા, રોહિત કુમાર અને નિખિલ કુમાર પાસવાને સત્યજીતસીંગ અને શિવમ ચૌધરી પર લોખંડના સળિયા અને ગડદાપાટુંથી માર માર્યો હતો. જેથી સત્યજીતસીંગને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

તારી હેસિયત છે યુનિવર્સિટીમાં ભણવાની? કહી માર માર્યાનો આક્ષેપ
બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીના એન.વી.હોલ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને ફસ્ટયર બી.એ.માં અભ્યાસ કરતા નિખિલ પાસવાને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, 24 માર્ચની રાત્રે હું જમવા માટે હોસ્ટેલમાંથી બહાર જતો હતો ત્યારે મારા મિત્રો સાથે સત્યજીતસીંગ અને તેના મિત્રો ઝઘડો કરી રહ્યા હતા. જેથી હું ત્યાં ઉભા રહીને જોતો હતો ત્યારે શિવમ ચૌધરી, મનીષ તોમર, સત્યજીતસીંગ ગોહીલ તથા ધનેન્દ્ર પ્રતાપ મારી પાસે આવ્યા હતા અને તારી હેસિયત છે એમ.એસ.યુનિવર્સિટીમાં ભણવાની? તેમ કહી ગડદાપાટુનો મારારી મને ધક્કો મારતા હું રોડ પર પડતા મને હાથમાં સામાન્ય ઇજા થઇ હતી. આ મામલે તેણે શિવમ ચૌધરી, મનિષ તોમર, સત્યજીતસીંગ ગોહીલ અને ધનેન્દ્ર પ્રતાપ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આમ બંને જૂથે સામ-સામે ફરિયાદ નોંધાવતા કુલ 8 સામે ફરિયાદ દાખલ થઇ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم