Friday, March 24, 2023

અમદાવાદમાં સૌથી વધુ 80 સાથે રાજ્યમાં 241 નવા કેસ, 6 દર્દી વેન્ટિલેટર પર | Guajrat Covid 19 Cases Update : 24 March 2023 | Times Of Ahmedabad

21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કેસમાં રાહત થઈ છે અને એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જેની સામે 129 દર્દીઓ સાજા થયા છે અને હાલ 6 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

5 મોટા શહેરોમાં કોરોનાના 5થી વધુ કેસ
અમદાવાદ શહેરમાં 79, રાજકોટ શહેરમાં 22, સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 11, મહેસાણામાં 9, રાજકોટમાં 6, ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં 5-5 નોંધાયા છે. જ્યારે આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં 4-4 કેસ, અમરેલી, ભરૂચ, જામનગર શહેર અને પાટણ જિલ્લામાં 3-3 અને પંચમહાલમાં 2 કેસ નોંધાય છે. આ સિવાય અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર શહેર, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યના 11 જિલ્લા અને એક શહેરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

3 દિવસમાં 2 બાળક સહિત 3 દર્દીના મોત
10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકના મોત થયું હતું. અને 23 માર્ચ એટલે કે ગઈકાલે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું.

રાજ્યમાં કોરોનાના કુલ 1291 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1291 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1285 દર્દીઓ હાલત સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,419 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.