કડીમાં હાર્ડવેરની દુકાનના ડ્રોવરમાં મુકેલા 80 હજાર રોકડા ઉઠાવી ગયા; વેપારીએ ઠગ ગ્રાહકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી | 80,000 cash left in a hardware store drawer in Kadi was stolen; The businessman lodged a police complaint against the fraudulent customers | Times Of Ahmedabad

કડી25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કડી તાલુકાના ડરણ ગામે આવેલા હાર્ડવેરની દુકાનની અંદર બે ગ્રાહકો ખરીદી કરવા માટે આવ્યા હતા. ગ્રાહકોએ વેપારીને સલ્ફર ખાતર અને અન્ય હાર્ડવેરનો સરસામાન લેવો છે જેવું કહ્યું હતું. વેપારીએ તેઓને સરસામાન બતાવ્યું હતું. જ્યાં બંને આવેલા ગ્રાહકોએ તેમને રોકડા પૈસા આપ્યા હતા અને વ્યાપારીને ચકમો આપીને ડ્રોવરમાં પડેલા રૂપિયા 80,000 રોકડા ઉઠાવી જતા વ્યાપારી બાવલુ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ડરણ ગામે રહેતા અરવિંદ પટેલ કે તેઓ ગામની અંદર જ શ્રી ગણેશ હાર્ડવેર નામની દુકાન ધરાવે છે અને ધંધો વ્યવસાય કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યાં તેમનો દીકરો બેંકમાંથી ત્રણ લાખ દસ હજાર રૂપિયા રોકડા લાવ્યો હતો અને એક લાખ રૂપિયા વેપારીને આપવાના હોય તેઓએ એક લાખ રૂપિયા કડીના વેપારીને આપ્યા હતા અને તેઓએ બાકીના રોકડા રૂપિયા તેમની દુકાનમાં રહેલા ડ્રોવરમાં મુકેલા હતા. જે દરમિયાન તેઓ એકલા જ દુકાનની અંદર હાજર હતા. ત્યારે બે ગ્રાહકો દુકાનની અંદર આવ્યા હતા અને વેપારી અરવિંદને કહ્યું હતું કે, અમારે સલ્ફર ખાતર જોઈએ છે જ્યાં તેઓએ ખાતર આપ્યું હતું. તે બાદ ગ્રાહકે કહ્યું હતું કે, અમારે પીવીસી વાલ્વ જોઈએ છે અને તે પણ વેપારીએ ગ્રાહકોને આપ્યું હતું. જ્યાં ગ્રાહકોએ વેપારીને રોકડા રૂપિયા આપ્યા હતા. જે રોકડા રૂપિયા વ્યાપારીએ ડ્રોવરમાં જ મૂકી દીધા હતા.

કડીના ડરણ ગામે આવેલા હાર્ડવેરની દુકાનમાં બે ગ્રાહકો આવી પહોંચ્યા હતા અને સરસામાનની માંગણી કરતા વેપારી અનિલે બંને ગ્રાહકોને સરસામાન આપ્યો હતો. જે બાદ ગ્રાહકોએ કહ્યું કે આ સામાન દુકાનની બહાર મૂકી દો અમે થોડીક મિનિટોમાં આવીએ છીએ જ્યાં વેપારીએ દુકાનની બહાર સરસામાન મૂકી દીધો હતો. જ્યાં કલાકો વીતતા બંને ગ્રાહકો આવ્યા ન હતા. બાદમાં વેપારી અરવિંદ એ તેમના ડ્રોવરમાં મુકેલા રોકડા રૂપિયા જોતા અને ગણતરી કરતા તેઓને 80 હજાર રૂપિયા ઓછા લાગ્યા હતા. જેઓ એ દુકાનની તિજોરી તેમજ આજુબાજુ તલાસી કરી હતી, પણ તેમના રોકડા રૂપિયા મળી ન આવ્યા હતા. બાદમાં તેઓએ તેમના દીકરાઓને જાણ કરી હતી અને બાવલુ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post