No results found

    નવસારી જિલ્લા પંચાયતનું 892.67 કરોડનું બજેટ રજૂ થયું, 10 મિનિટમાં 14 કામો વિરોધ વગર વિના વિકાસલક્ષી કામ મંજૂર | 892.67 crore budget of Navsari District Panchayat presented, 14 works approved without opposition in 10 minutes | Times Of Ahmedabad

    નવસારીએક કલાક પહેલા

    • કૉપી લિંક

    નવસારી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી જેમાં 892.67 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.શિક્ષણ,આરોગ્ય, પોષણ પશુપાલન સમાજ કલ્યાણ જાહેર બાંધકામ ખેતીવાડી અને વિકાસના કામો સહિત સિંચાઈના કામો માટે ફંડ ફાળવવામાં આવ્યું છે.

    વાંદરવેલા બેઠકના મહિલા સભ્ય ચંપાબેન ને વિરોધ નોંધાવ્યો હતો કે બજેટની કોપી તેમને માત્ર એક કલાક પહેલા આપવામાં આવી છે અગાઉ પાંચ દિવસ પહેલા કોપી આપવામાં આવતી હતી જેથી વાસનાના સભ્ય સીવેન્દ્ર સોલંકી એ બચાવ કરીને અગાઉથી જ એક કલાક પહેલા ગોપીનીયતાને ધ્યાનમાં રાખી કોપી આપવામાં આવી હોવાની વાત થઈ હતી.

    સામાન્ય સભામાં 14 જેટલા કામો કોઈપણ વિરોધ વગર માત્ર 10 મિનિટમાં પાસ થયા હતા, કોઈપણ વિરોધ પક્ષ કે સક્ષમ સભ્યો ન હોવાને કારણે શાસન પક્ષના સભ્યોએ વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કર્યા હતા 2023 24 નું બજેટમાં 100 કરોડનો વધારો ઝીંકાયો છે.286.44 કરોડનું પુરાતવાળું બજેટ રજૂ થયું હતું.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال